પોરબંદર: પોરબંદરમાં રહેણાંક મકાનની આસપાસના વિસ્તારને કોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના આજે 28 દિવસ થયા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતા લોકો રોષે ભરાયા હતા. જેમાં જિલ્લા કલેકટરે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે.
પોરબંદરમાં કોરેન્ટાઈન વિસ્તારમાંથી મુક્ત કરવા લોકોએ કરી માગ
પોરબંદરમાં રહેણાંક મકાનની આસપાસના વિસ્તારને કોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના આજે 28 દિવસ થયા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતા લોકો રોષે ભરાયા હતા. જેમાં જિલ્લા કલેકટરે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે.
ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધતો જાય છે. પરંતુ પોરબંદરમાં અત્યાર સુધીમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ત્રણેય કેસ હવે નેગેટિવ થઈ ગયા બાદ તેને હોસ્પિટલમાંથી મુક્ત પણ કરી દેવાયા છે. જ્યારે છેલ્લે આવેલ પોઝિટિવ દર્દી આશાપુરા વિસ્તારનો શ્રીજી પાર્ક અને રમણ પાર્કનો હતો. આથી તેના રહેણાંક મકાનની આસપાસના વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. જેના આજે 28 દિવસ થયા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા લોકો રોષે ભરાયા હતા. તેમજ મીડિયા સમક્ષ વહેલી તકે કોરોન્ટાઇનમાંથી મુક્તિ આપવા તંત્રને રજૂઆત કરી હતી.
આ બાબતે જિલ્લા કલેકટરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ પોઝિટિવ આવે અને ત્યારબાદ તેનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવે તો નેગેટિવ આવ્યા બાદના ચાર અઠવાડિયા પછી તેના રહેણાંક વિસ્તારને કોરોન્ટાઇન વિસ્તારમાંથી મુક્તિ મળે તેવો નિયમ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ લોકોને મુક્તિ મળે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. આ વિસ્તારમાં કોરન્ટાઈન કરાયેલ લોકોને શાંતિ જાળવવા જિલ્લા કલેકટરે અપીલ કરી હતી.