પોરબંદર જિલ્લામાં રહેતા જયેન્દ્ર દામજીભાઇ લુકાને તારીખ 30-6-2019ના રોજ કારમાંથી ઢોંગી બાવાએ આવીને પૂછ્યું હતું કે, ભૈરવનું મંદિર ક્યાં છે? ત્યારબાદ એક સિક્કો જોઇએ છે. તેવું જણાવતા જયેન્દ્રભાઇએ સિક્કો ખોબામાં આપતા તેઓ ભાન ભૂલી ગયા હતા. અચાનક તેમના હાથમાં પહેરેલી 3 સોનાની વીંટી ઢોંગી બાવાના ખોબામાં આપી દીધી હતી. જો કે આપતાની સાથે જ ઢોંગી બાવો કારમાં બેસીને છૂમંતર થઇ ગયો હતો. ત્યારબાદ જયેન્દ્રભાઇએ તેનો પીછો કર્યો હતો પરંતુ તેને પકડી શક્યા નહોતા.
સિક્કો પડ્યો મોંઘો, વશીકરણ કરી સોનાની 3 વિંટી લઇને ઢોંગી બાવો ફરાર
પોરબંદર: સરળતાથી રૂપિયા કમાવવા માટે ટોળકીઓ અનેક અખતરા કરતી હોય છે. જેમાં ડુપ્લીકેટ પોલીસ અથવા ઇન્કમટેક્ષ ઑફિસર બની રેડ કરનારાઓના કિસ્સા અત્યાર સુધી સાંભળ્યા હતા. પરંતુ હવે ઢોંગી બાવાઓ પણ લોકોને છેતરી રહ્યાનું તરકટ સામે આવ્યું છે. પોરબંદરમાં રાણીબાગ પાસે આવેલા મામદેવના મંદિર પાસે એક શખ્સને વશીકરણ કરીને 50,000ની કિંમતની 3 સોનાની વિંટી લઇને ઢોંગી બાવો ફરાર થઇ ગયો હતો. જેની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી.
સિક્કો દેવો પડ્યો મોંઘો, હિપ્નોટાઇઝ કરીને સોનાની 3 વિંટી લઇને ઢોંગી બાવો થયો ફરાર
આ ઉપરાંત પોરબંદરના અન્ય એક શખ્સ સાથે પણ Lords Hotel પાસેની ચોપાટી પર સોનાનો ચેન અને વીંટી આ જ રીતે ધુતારાઓ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ ઢોંગી બાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.