પોરબંદરઃ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ જિલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવા ખાસ ડ્રાઈવ આપી છે. આ અન્વયે જુનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવહી કરવામાં આવી રહી છે.
વરલી મટકાના આંકડા વડે જુગાર રમાડતો ઈસમ ઝડપાયો સોમવારે રાણાવાવ પોલીસને બાતમી મળી હતી કે, રાણાવાવ સ્ટેશન વિસ્તારમાં મહંમદ ઈસ્માઈલ હાલેપોત્રા વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડે છે. મળેલ બાતમીને આધારે તપાસ કરતા રોકડ રકમ રૂપિયા 10,230 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
FIR મુજબ ગુનાની માહિતી
- આરોપી : આસિફ ઉર્ફે ગનો મહમદહુશેન શેખ (રહે, બાપુનગર, તા.રાણાવાવ, જી.પોરબંદર)
- જમીલ સીદીકભાઇ કાદરી (રહે, બાપુનગર,તા.રાણાવાવ જી.પોરબંદર)
- નહીં પકડાયેલ બશીર આરોપીઃ ઇસ્માઇલભાઇ શમા (રહે, જરડીચોક, રાણાવાવ, જી.પોરબંદર)
- ગુનાની વિગત મુજબ જુગાર ધારા કલમ-12(અ) મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓએ ભાગીદારીમાં જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઇ જુગાર રમી રમાડાતા હતા. વરલી મટકાના આકડા લખેલી કુલ ચિઠ્ઠીઓ નંગ-7, બોલપેન નંગ-01 તથા રોકડા રૂપિયા 7,670 તથા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ સાથે મળી કુલ રૂપિયા 10,230ના મુદામાલ જપ્ત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. આવા સમયે શકુનીઓ મન મુકીને જુગાર રમતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ઘરેલું જુગારના અડ્ડા પણ ઠેર ઠેર જોવા મળે છે. સમાજને જુગારની બદીથી બચાવવા પોલીસ દ્વારા કડક પેટ્રોલીંક કરવામાં આવે છે.