ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ - porbandar NSUI

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેના પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે છતાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવે છે. જેનો ઘણા સમયથી વાલી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ
પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ

By

Published : Jul 13, 2020, 6:18 PM IST

પોરબંદરઃ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેના પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે છતાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવે છે. જેનો ઘણા સમયથી વાલી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો કર્યો ઘેરાવ

જો કે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પગલાં લેવામાં ન આવતા સોમવારના રોજ પોરબંદર NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તાળા બંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને શાળા મારી દો તેમ NSUIના આગેવાનોએ જણાવ્યું હતું.

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો કર્યો ઘેરાવ

ઘટનાસ્થળે પોલીસ દ્વારા NSUIના 25 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કે.વી. મિયાણીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં બે ખાનગી સ્કૂલોની ફરિયાદ આવી છે. જેમાં સિગ્મા સાયન્સ સ્કૂલ અને સરસ્વતી સાયન્સ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને ફી પરત કરવાનો આદેશ આપ્યો છે.

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો કર્યો ઘેરાવ

જે સ્કૂલોના ઉઘરાણા કરતી હોય તો વાલીઓ લેખિત ફરિયાદ કરી શિક્ષણ વિભાગને જણાવી શકે છે.

પોરબંદરમાં ખાનગી સ્કૂલોના ફી ઉઘરાણા બાબતે NSUI દ્વારા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ

ABOUT THE AUTHOR

...view details