ત્યારે 6 મેના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, હજુ સુધી ઘણા વાલીઓ બીજા રાઉન્ડની રાહ જોઇને બેઠા છે. ત્યારે એક મહિનાથી વધુ સમય પસાર થયો છતાં હજુ સુધી બાકી રહેલા રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા નથી. ઉનાળુ વેકેશન પણ પૂરું થવાનું હોય, પરંતુ હજુ સુધી બાકી રહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો નથી. ઘણા વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ પણ બીજી સ્કુલમાં કરાવી લીધો છે. ઘણા વાલીઓ આ રાઉન્ડની રાહ જોઇને પોતાના બાળકોનો પ્રવેશ પણ લીધેલ ન હોવાથી વાલીઓના રજુઆતના પગલે આપને આ રજુઆત કરવામાં આવે છે કે વહેલી તકે રાઉન્ડ બહાર પાડવામાં આવે.
પોરબંદરમાં NSUIએ RTE અંતર્ગત શાળા પ્રવેશ માટે બીજી યાદી જાહેર કરવા કરી માગ
પોરબંદર: જિલ્લા NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ૫ એપ્રિલ થી ૧૫ એપ્રિલ સુધી “મફત શિક્ષણ મૂળભૂત અધિકાર”ના ફોર્મ ભરાયા હતા. જેમાં 2500 ઉપર અરજી આવેલી હતી. કેન્દ્રમાં યુપીએ સરકારના નેતૃત્વમાં “મફત શિક્ષણ મૂળભૂત અધિકાર ” નો જે કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં શાળાઓમાં 25% અનામત ગરીબ બાળકો માટે રાખવાની થતી હોય છે, જેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓને આ બાબતમાં પુરતો ન્યાય પણ મળતો નથી. જેને લઈને ઘણા વિદ્યાર્થીઓ જે ખરેખર ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે તે આ લાભથી વંચિત રહી જતા હોય છે.
જેથી આ યોજનાનો લાભ બાળકો લઇ શકે. જે બાળકોએ અન્ય શાળામાં પ્રવેશ લીધેલ હોય અને જો તે બાળકોનું બાકી રહેલા રાઉન્ડમાં તેમનું નામ આવ્યું તો તેમને જે તે શાળામાં ફી ભરેલી હોય તે પરત મળશે કે કેમ તેમજ અત્યાર સુધી પ્રવેશ ન લીધેલ હોય તે બાળકોનું નામ બાકી રહેલા રાઉન્ડમાં નહી આવે તો તેમને બીજી શાળામાં પ્રવેશ બાબતે કઈ આનાકાની કરાશે તો તેમની જવાબદારી કોણ લેશે? જેવા સવાલો સાથે તાત્કાલિક યાદી બહાર પાડવા રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં કિશન રાઠોડ, કેનિત ઝાલા, કુણાલ રજવાડી, હાર્દિક ઓડેદરા, હર્ષિત ચાવડા, યશ ઓઝા, રાજ વાજા, વૈભવ થાનકી, જય કારાવદરા વગેરે જોડાયા હતા.