ગુજરાત

gujarat

ETV Bharat / state

જાહેરાતો અને પેઈડ ન્યૂઝ પર વોચ રાખવા મોનિટરીંગ રૂમ શરૂ કરાયો

પોરબંદર: લોકસભા ચૂંટણી 2019 આવી રહી છે, ત્યારે ચૂંટણી તંત્રએ તમામ રાજકીય પક્ષો દ્વાર મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અને પેઈડ ન્યુઝ પર સતત વોચ ગોઠવવામાં આવી છે. આ માટે પોરબંદરમાં ઇલેક્શન એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ માટે મીડિયા મોનિટરીંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 6 જેટલા ટીવી પર સતત રાત દિવસ ચૂંટણી અધિકારીઓ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ડિઝાઈન ફોટો

By

Published : Mar 30, 2019, 2:06 PM IST

મોનિટરીંગ રૂમના કર્મચારી શૈલેષભાઈ મારૂના જણાવ્યા પ્રમાણે, આ મોનિટરીંગ રૂમમાં ૧૫ જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ સતત તમામ ન્યૂઝ ચેનલો અને અન્ય ચેનલોમાં આવતી જાહેરાતો અને સમાચારો પર નોંધ રાખી રહ્યાં છે. સાથે જ કોઈપણ સમાચાર પેઇડ છે કે કેમ તેની નોંધ કરી રહ્યાં છે.

પોરબંદરમાં મોનિટરીંગ રૂમ શરૂ કરાયો

આ ઉપરાંત 11 પોરબંદર લોકસભા સીટના ઇતિહાસની તમામ માહિતી દર્શાવતું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. માહિતી અધિકારી અર્જુન પરમારે જણાવ્યું હતું કે, પોરબંદરમાં કલેક્ટર કચેરીના નીચેના ફ્લોર પર ગોઠવવામાં આવેલા પ્રદર્શનમાં પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ સાત વિધાનસભા વિસ્તારોની માહિતી એકત્ર કરીને મોટા પોસ્ટર સ્વરૂપે મૂકવામાં આવી છે. આ ઉપરાંત 1977થી 2014 સુધી પોરબંદર સીટ પરથી જ મતદાતાઓની સંખ્યા અને ઉમેદવારોની સંપૂર્ણ માહિતીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે લોકો જોઈ પણ શકે છે અને માહિતી પણ મેળવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details