પોરબંદર જિલ્લાના બેરણ ગામની એક મહિલા ભારતી રામદેવભાઇ ખુટી કે જેઓ હોસ્પિટલ ટ્રાવેલિંગ મેનેજમેન્ટનો તથા એરહોસ્ટેસ સહિતનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે. ઉપરાંત વિદેશમાં રહી વિદેશી કંપનીમાં ભારતીબેન તથા તેના પતિ નોકરી પણ કરતા પરંતુ વિદેશનો મોહ છોડી આ મહિલા અને તેના પતિ 2016માં પારિવારિક કારણોસર ગામડામાં આવ્યા અને વિદેશની લાઈફ સ્ટાઇલ માંથી ગામડાની રૂઢિ અપનાવી અને પરિવારના સહકાર અને પતિના સપોર્ટથી કંઈક નવું કરવાનું વિચાર્યું.
ગામડામાં વસતી મહિલાએ યૂટ્યૂબ પર મચાવી ધુમ ભારતી એને લાઈવ વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમીલી નામની youtube ચેનલ બનાવી જેમાં ગામડાની નૈતિક ક્રિયાઓ અપલોડ કરતા ગયા અને છ મહિનામાં youtube ચેનલ પર તેમને 90000 સબસ્ક્રાઈબર થયા અને કેનેડા ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, દુબઈ, સહિતના વિવિધ દેશોમાંથી પણ દર્શકો મળ્યા છે.
દર્શકોએ તેમની આ કામગીરીને સરાહનીય ગણાવી આજે અનેક લોકો તેને મળવા આવે છે, અને ભારતીબેનના પતિ પણ વિદેશમાં મેનેજર તરીકેની જોબ કરતા હતા પરંતુ આ જોબ જોડીને પણ તે હાલ ગામડાની લાઈફ સ્ટાઇલ મુજબ જીવે છે. મોટાભાગના લોકોને વિદેશ જવાના મોહ હોય છે પરંતુ આ ફેમિલી વિદેશથી પરત ફરીને સામાન્ય ગામડામાં રહીને youtube પર સારી એવી કમાણી પણ કરી છે.
ભારતીબેન રામદે ભાઈ ખૂટીની આ youtube ચેનલમાં ભેંસને કેવી રીતે દોહવી, ઘાસચારો કઈ રીતે નાખવો ખાસ કરીને પોરબંદર નજીકના બેરણ ગામમાં રહેતું આ ફેમિલી મહેર પરિવારમાંથી આવતું હોય એટલે મહેરની સંસ્કૃતિની ઝલક મહેર સંસ્કૃતિનો પહેરવેશ અને મહેર સંસ્કૃતિ મુજબના લગ્ન રીતરિવાજો સહિત ગામડાની પરંપરાઓ અને રુઢિઓ અંગે માહિતગાર કરતા વિડિયો youtube પર મુકતા દેશ-વિદેશના લોકો ભારતીય સંસ્કૃતિની જલક જોઇ અને આ ફેમિલીનો આભાર માને છે.
વિદેશમાં રહેતા અનેક ભારતીયો પણ પશ્ચિમી સંસ્કૃતિનો મોહ છોડી ભારતીય સંસ્કૃતિ તરફ વળ્યા છે, ત્યારે વિદેશી ધરતી ઉપર જન્મ લેતા અનેક બાળકો પણ ભારતીય સંસ્કૃતિ શું છે તેની ગામડાનુ જીવન શું છે તેને જાણે અને અન્ય લોકોને પણ આ ગામડાની અનુભૂતિ કરાવે તેવા હેતુથી આ youtube ચેનલ આજે અનેક લોકોની લોકપ્રિય ચેનલ બની છે.