ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના દરિયામાં માછીમારી કરવા ગયેલા 7 પૈકી 1 માછીમાર ગુમ, પોલીસે શોધખોળ શરૂ કરી

પોરબંદર : પોરબંદરના દરિયામાં માછીમારી કરવા ગયેલા 7માંથી એક માછીમાર ગુમ થઇ જતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરૂ છે.

પોરબંદરના દરિયામાં માછીમારી કરવા ગયેલા 7 પૈકી 1 માછીમાર ગુમ

By

Published : Sep 4, 2019, 9:57 AM IST

Updated : Sep 4, 2019, 12:18 PM IST

પ્રાપ્ત વિગત મુજબ નવીબંદર પોલીસ સ્ટેશનમાં પોરબંદરમાં રહેતા જીતેન્દ્ર ભાઈ મેઘજી ભાઈ એ પોલીસમાં જાણ કરી હતી કે તેઓ ફીશંગબોટ વીવાન નામક બોટ લઇને 25 ઓગસ્ટ 2019 ના રોજ દીવના વણાકબારામાં ઢોલા વાળી વિસ્તારમાં રહેતા ટંડેલ વિરાભાઇ કાજીભાઇ બામણીયા સાથે કુલ 7 લોકો સુભાષનગરથી દરીયામાં માછીમારી કરવા ગયા હતા.તે દરમિયાન 01 સપ્ટેમ્બર 2019 ના રોજ પોરબંદરના દરીયામાં 30 થી 35 નોટીક માઇલ દરીયામાં મચ્છીમારી કરતા રાત્રીના આશરે પોણા ત્રણેક વાગ્યે વિરાભાઇ બોટ લઇ માછીમાર કરવા ગયા હતા,જોકે જ્યારે જીતેન્દ્ર ભાઈ તેમની શોધખોળ કરવા તેમની બોટની પાછળ ગયા ત્યારે ટંડેલ વિરાભાઇ ઘણીવાર સુધી પરત ફર્યા ન હતા. જે બાદ જીતેન્દ્ર ભાઈએ ખાલાસીઓને જાણ કરી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, કદાચ માછીમાર દરિયામાં પડી ગયો હશે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Last Updated : Sep 4, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details