ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ખાતે  પીવાના પાણીની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ - Water

પોરબંદર: કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી સચિવ લલિત પાડલીયાનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં પીવાના પાણીની પ્રવર્તમાન પરિસ્થિતિ, આગામી ચોમાસુ આયોજનની સમિક્ષા તથા "સુજલામ સુફલામ જળ અભિયાન" કામગીરી બાબતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ  હતી.

porbanadar

By

Published : May 11, 2019, 3:49 AM IST

આ બેઠકમાં પ્રભારી સચિવે ઉનાળાના આકરા તાપમા પીવાના પાણી અંગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ મુશ્કેલીના સર્જાય તેમજ આગોતરા આયોજન મુજબ સુચારૂ વ્યવસ્થા કરવા ખાસ સુચનાઓ આપી હતી. તેમણે પાણીની સમસ્યા હલ કરવાના લેવાયેલા પગલા તથા સુજલામ સુફલામ યોજનાની કામગીરી બાબતે અધીકારીઓ પાસેથી વીગતો મેળવી, પાણીની પાઇપલાઇનમાં લીકેજ અને પાણી ચોરી ન થાય તેના પર ખાસ નજર રાખવા અને જરૂર જણાયે ત્યા પુરતો બંધોબસ્ત ગોઠવવા જણાવ્યુ હતું.

બેઠકમાં જિલ્લા કલેકટર મુકેશ પંડયાએ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતી અંગે જણાવ્યુ કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪૮ MLD પાણી પુરૂ પાડવામાં આવે છે. જિલ્લામાં ૧૦૯ ગામ જુથ યોજના દ્રારા, ૫૮ ગામ સ્વતંત્ર પાણી પુરવઠા યોજના દ્રારા અને ૨૯ ગામ ને ટેન્કરો મારફત પાણી વિરતરણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજનાની થયેલી કામગીરી બાબતે સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, અધિક કલેકટર એમ.એચ.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી એસ.ડી ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી , પાણી પુરવઠા વિભાગ કાર્યપાલક ઇજનેર ચનીયારા, સિચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર વાલગોતર, નગર પાલિકાના ચીફ ઓફીસરઓ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી પાણી વિતરણ વ્યવસ્થા તેમજ તેમની કચેરી દ્રારા થયેલા કામગીરીની વિગતો આપી હતી.

ABOUT THE AUTHOR

...view details