ઈ.સ.1936માં બરડાના ઘીને તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે ઘીની આર. એમ વેલ્યુ 19 થી 24 જે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે યોગ્યતાનું પ્રમાણપત્ર મળ્યું. આ માટે પોરબંદરનાં મહારાજા નટવરસિંહજીએ પોરબંદરમાં ઘી ગ્રેડિંગ લેબોરેટરી ચાલુ કરવા અને એગમાર્કનાં લેબલિંગ માટેના પ્રયાસ કરાયા અને ઇ.સ.1938માં નવેમ્બર માસમાં પોરબંદરમાં ઘી ગ્રેડિંગ લેબોરેટરી સ્થપાઈ હતી પરંતુ સરકારી દૂધમંડળી દ્વારા ગામડે ગામડે દૂધ ઉત્પાદન કેન્દ્રોમાં વધારો થતા ઘીનું ઉત્પાદન ઘટ્યું. એ સમયે ઘીનો કિલો દીઠ ભાવ 50 રૂપિયા હતો. જે આજે 400 થી 500 રૂપિયા કિલોનાં ભાવે વેચાય છે. અને ઘીની ગુણવત્તામાં પણ ફેરફાર જોવા મળે છે.
ભાણજી લવજી ઘીવાલા પેઢીનાં હસમુખભાઈ વલ્લભભાઈ સીમરીયા જણાવે છે કે હાલ અમારો આ વ્યવસાય છઠ્ઠી પેઢી સુધી ચલાવી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાંથી જે ઘી આવે છે જેમાં બરડાનું ઘી ઉત્તમ ગણાય છે કારણ કે આ ઘી આખું વર્ષ ચાલે છે અને બગડતું નથી આ ઉપરાન્ત તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. 19 જુલાઈ ઇ .સ 1959 ના રોજ દિલ્હી ખાતે નાયબ કૃષિ મંત્રી એમ વી ક્રિષ્નપ્પા ના હસ્તે ભાણજી લવજી ઘી વાલા પેઢી ના વલ્લભદાસભાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો હતો જે પોરબંદર માટે ગર્વ ની વાત છે