ગુજરાત

gujarat

ETV Bharat / state

Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો

આજથી માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે વિધીવત રીતે ખુલ્લો (Ramnath Kovid inauguration Madhavpur Fair) મુક્યો હતો. બે વર્ષ બાદ આ મેળાનું આયોજન થઈ રહ્યું છે જેને લઇને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો
Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો

By

Published : Apr 10, 2022, 10:11 PM IST

પોરબંદર: આજથી માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધીવત રીતે ખુલ્લો મુક્યો (Ramnath Kovid inauguration Madhavpur Fair) હતો. બે વર્ષ બાદ આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જેને લઇને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજના સમયે રાષ્ટ્રપતિએ પારંપારિક કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ (Krishna Rukshmani wedding) પ્રસંગના લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.

Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો

આ પણ વાંચો:Madhavpur Fair 2022: માધવપુરના મેળામાં છવાશે ઉત્તરીપૂર્વ રાજ્યના કલાકારોનો જાદૂ

કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ: જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને બે વર્ષ બાદ પારંપારિક લોકમેળાની રંગત માણી હતી. આગામી પાંચ દિવસ સુધી લોકમેળાનું આયોજન થયું છે. ત્યારે આ મેળાની રંગત માણવા અને ખાસ કરીને કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગના સાક્ષી બનવા માટે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવશે અને અહીં આવેલા કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ મંદિરમાં જગતગુરુના દર્શન કરીને પારંપારિક રીતે આ લોકમેળાને પાંચ દિવસ સુધી માણશે.

સમગ્ર દેશમાંથી આવેલા કલાકારો:આગામી પાંચ દિવસ સુધી આ લોકમેળામાં સમગ્ર દેશમાંથી આવેલા કલાકારો અને લોકો તેમના રાજ્યના સંસ્કૃતિક કલા વારસાનુ પ્રદર્શન કરશે. ત્યારે માધવપુરનો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ મેળો સાંસ્કૃતિક પરંપરા સમગ્ર દેશ સાથે જોડાતી જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ

અન્ય રાજ્યોને જોડતો મેળો: જેમાં સમગ્ર દેશમાંથી કલાકારો આ મેળામાં હાજરી આપીને તેમના પ્રાંત કે રાજ્યની લોકકલાને સૌરાષ્ટ્રના ભાતીગળ મેળામાં (Bhatigala fair Saurashtra) રજૂ કરશે. જે આ વખતના મેળાનું નવું નજરાણું માની શકાય તેમ છે. વધુમાં આ મેળામાં ભાગ લેવા માટે સમગ્ર દેશના રાજકીય અગ્રણીઓ પણ આ કાર્યક્રમ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે આ મેળો ધાર્મિકતાની સાથે સાંસ્કૃતિક અને અન્ય રાજ્યોને જોડતો મેળો પણ બની રહેશે. જેનો આજથી શુભારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કરાવ્યો છે

ABOUT THE AUTHOR

...view details