માધવપુરમાં માધવરાયની વરણાંગી જોવા લોકોની ભીડ, રાજ્યપાલ કોહલી રહેશે ઉપસ્થિત - gujarati news
પોરબંદરઃ પોરબંદર નજીકના માધવપુર ગામે દર વર્ષે ચૈત્ર માસમાં યોજાતા શ્રી માધવરાય અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે મેળાનું આયોજન કરાય છે. આ પ્રસંગે ઠેર-ઠેરથી લોકો ઉમટે છે. માધવપુરમાં દશમના દિવસે પ્રભુ શ્રીકૃષ્ણની દ્વિતીય વરણાંગી(ફુલેકુ) નીકળી હતી. માધવપુરના નિજ મંદિરથી નીકળી આ વરણાંગી વાજતે ગાજતે બ્રહ્મકુંડ સુધી પહોંચી હતી, જ્યાં માધવરાયજીના લગ્ન સાથે ભક્તો દ્વારા પદ પણ ગાવવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
વર્ષો પહેલા આ મેળો સામાન્ય રીતે યોજાતો હતો, પરંતુ આ મેળામાં પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ આધુનિક ટચ આપી મેળામાં સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના શરૂ કરાતા મેળામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહત્વનું છે કે, આ મેળામાં રાજ્યપાલ ઓ.પી કોહલી ઉપસ્થિત રહેશે જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.