પોરબંદર : પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્રારા પોરબંદર શહેરનાં જુદા-જુદા માર્ગોનું નિરીક્ષણ કરાયું હતું. જાહેર સ્થળો પર માસ્ક ન પહેરનારને સ્થળ પર દંડ કરવાની સાથે કરિયાણાની દુકનોમાં અનાજનો પર્યાપ્ત જથ્થો, મેડિકલો પર દવાઓ સહિતની સમીક્ષા કરી હતી.
પોરબંદરના જાહેર માર્ગો પર લોકડાઉનની સ્થિતિનું નિરીક્ષણ કરતા અધિકારીઓ - પોરબંદર કોરોના અપડેટ
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્રારા પોરબંદર શહેરનાં જુદા-જુદા માર્ગોનું નિરીક્ષણ કરાયું હતું. જાહેર સ્થળો પર માસ્ક ન પહેરનારને સ્થળ પર દંડ કરવાની સાથે કરિયાણાની દુકનોમાં અનાજનો પયાપ્ત જથ્થો, મેડિકલો પર દવાઓ સહિતની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કે.વી.બાટી, ડી.વાય.એસપી જુલીબેન કોટીયા, નગરપાલીકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદડ, મામલતદાર અર્જુન ચાવડા સહિતના અધીકારીઓ ખુલ્લા વાહનમાં શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કાર્યરત કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર, શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાંતચીત કરી લોકડાઉન દરમિયાન સરકારનાં જાહેરનામાની અમલવારી વેપારીઓ તથા ગ્રાહકો કરે તેવી અપીલ કરી હતી.
આ ઉપરાંત માસ્ક અથવા રૂમાલથી મોં ઢાંક્યા વગર શહેરના જાહેર માર્ગો પર બહાર નિકળનાર વ્યક્તિઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.