ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંહે કાચબાના શિકાર કર્યાની ઘટનાને વનવિભાગે આશ્ચર્યજનક ગણાવી

માધવપુરના દરિયા કિનારે સિંહે કાચબાનો શિકાર કર્યો હતો. આ ઘટનાને વન વિભાગે આશ્ચર્યજનક ઘટના ગણાવી હતી.

By

Published : Feb 3, 2020, 7:08 PM IST

lion-hunted-turtle-on-madhavpur-seashore-forest-department-said-it-is-wonderful-incident-in-porbandar
માધવપુરના દરિયા કિનારે સિંહે કાચબાનો શિકાર, વનવિભાગ આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી

પોરબંદરઃ માધવપુર દરિયા કિનારે રવિવાર વહેલી સવારે એક કાચબીને સિંહે ફાડી ખાધેલી હોય તેવી હાલતમાં વન વિભાગના કર્મચારીઓને આ કાચબીનો મૃતદેહ મળ્યો હતો. સિંહના ફિંગર પ્રિન્ટ પણ ઘટના સ્થળે મળી આવ્યા હતા. સિંહ પણ ઘટના સ્થળે જોવા મળ્યો હતો. જે પરથી સાબિત થયું હતું કે, સિંહે કાચબાનું મારણ કર્યું છે. વનવિભાગના અધિકારીઓ પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, સિંહે કાચબાનું મારણ કર્યું હોય, તેવી આ પ્રથમ ઘટના છે.

માધવપુરના દરિયા કિનારે સિંહે કાચબાનો શિકાર, વનવિભાગ આ ઘટનાને આશ્ચર્યજનક ગણાવી

પોરબંદર જિલ્લાના વન વિભાગ અધિકારી પંડ્યાના જણાવ્યા અનુસાર, સિંહ કાચબાનું મારણ કરે, એ આશ્ચર્યજનક ઘટના છે. બંને નષ્ટ પ્રાય પ્રજાતિ કહેવાય છે. પ્રકૃતિ પ્રેમીઓનું ધ્યાન ખેંચનારી આ ઘટના ઘટી છે. માધવપુરથી આંત્રોલી તરફ રિઝવન વિસ્તાર આવેલા છે. જેમાં સિંહ ફરતો હતો. મોડી રાત્રે આ સિંહ માંગરોળથી માધવપુર બાજુ ચડી આવ્યો હતો. બદમાં મોડી રાત્રે કાચબી ઈંડા મુકવા દરિયા કિનારે આવેલી હતી. સિંહના ધ્યાને આ કાચબી આવતા કાચબીનાં મોઢાના ભાગેથી ફાડી ખાધી હતી.

આ ઘટનાની જાણ માધવપુર દરિયા કિનારે આવેલા કાચબા ઉછેર કેન્દ્રના વન વિભાગના કર્મચારી માધવપુર દરિયા કિનારે વહેલી સવારે ઈંડા કલેક્ટ કરવા જાય છે, ત્યારે વહેલી સવારે કાચબીનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહની જ બાજુમાં સિંહના પંજાનાં નિશાન મળ્યા હતા. આ સમગ્ર ઘટનાને વેટરનરી ઓફિસરે પણ તપાસ કરતા આ ઘટનાને સમર્થન આપ્યું હતું, પરંતુ સિંહ કાચબાનો શિકાર કરે, તે ઘટના પ્રથમવાર બની હોવાનું જણાવ્યું હતું.

સામાન્ય રીતે સિંહ જંગલમાં રહેતા હોય છે, પરંતુ વેરાવળથી માંગરોળના રિઝર્વ વન વિસ્તારમાં એક સિંહ પરિવાર વસવાટ કરે છે. જેમાં માદાઓ બચ્ચા અને નર પણ છે. આથી માંગરોળથી પોરબંદર પણ રિઝર્વ વન વિસ્તાર છે. જેથી સિંહને આ વાતાવરણ અનુકૂળ આવે છે. શિકારની શોધમાં તે દરિયા કિનારા તરફ આવી જાય છે. અગાઉ પણ માધવપુરમાં સિંહ આવી ગયાના અનેક બનાવો બન્યા છે.

વન વિભાગ દ્વારા આ ઘટનાને લઇ વધુ સતર્કતા રાખવામાં આવી છે. આ સિંહ પાંચથી આઠ વર્ષનો પુખ્ત વયનો હોય, આથી તેના પર સતત વોચ રાખવામાં આવી રહી છે. ક્યાં મારણ કરે છે? તથા માનવ વસાહતમાં ન આવે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. આ ઘટના પરથી બંને લુપ્ત થતી પ્રજાતિના પ્રાણીઓ એક સાથે ભેગા મળે, તો આવી અદ્ભુત ઘટના કહી શકાય. વન વિભાગના અધિકારીઓ પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details