ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણાવાવના ઝીંઝરકા સીમમાંથી દીપડી પાંજરામાં કેદ - porbandar

પોરબંદર : રાણાવાવના આદિત્યાણા નજીક સીમ વિસ્તારમાં દીપડા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગે દીપડાને પકડવાં માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં ગઈ કાલે રાત્રીના સમયે એક દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં ઝડપાઈ હતી. વન વિભાગના ફોરેસ્ટર દ્વારા બરડા ડુંગરાળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. દીપડી પાંજરામાં કેદ થઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 2:28 PM IST

વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતુ કે,આદિત્યાણા નજીક ઝીંઝરકા સીમ વિસ્તારમાં એક દીપડીએ પશુનું મારણ કર્યું હતુ. સીમ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે તે વિસ્તારમાં પાંજરું ગોઠવી તેમાં મારણ રાખવામાં આવ્યું હતું. અને દીપડીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગત રાત્રીના એક દીપડી મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ હતી.

રાણાવાવના ઝીંઝરકા સીમમાંથી દીપડી પાંજરામાં કેદ

દીપડીને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકની સુચના મુજબ બરડા ડુંગરના અંતરિયાળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. દીપડી અંદાજે 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બરડા ડુંગર વિસ્તારમાં પાણી ન હોવાથી દીપડાઓ પાણીની શોધમાં માનવ વસાહત સુધી પહોંચી જાય છે. અને માલધારીઓના પશુઓના મારણ પણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details