ગુજરાત

gujarat

ETV Bharat / state

પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા..

પોરબંદરઃ શહરેમાં સામાન્ય રીતે કોઈ પરિવારમાં માનસિક અસ્વસ્થ બાળક હોય તો તેની સંભાળ કરતા માતા-પિતા તથા ઘરના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ માનસિક અસ્વસ્થ લોકોને એવું વાતાવરણ નથી મળતું ,જેવું તેમને જોઈતું હોય છે. પોરબંદરમાં આવેલ પ્રાગજી પરષોતમ ભુંડિયા નામના એક વ્યક્તિ થઈ ગયા જેઓએ પાગલોને પરમહંસ ગણાવ્યા અને પાગલોની સેવામાં જીવન વિતાવ્યું આજે તેમના આશ્રમમાં 70થી વધુ પાગલો છે અને તેઓની અવિરત નિત્ય સેવા પ્રાગજી પરષોતમ ભુંડિયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

જાણો પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા વિશે......
જાણો પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા વિશે......

By

Published : Dec 4, 2019, 5:07 PM IST

Updated : Dec 4, 2019, 10:01 PM IST

આ અંગે આશ્રમના સંચાલક મિત ભુંડિયાએ જણાવ્યું કે, પ્રાગજી બાપાએ સુદામા ચોક પાસે સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો અને પાગલોની સેવા શરૂ કરી હતી. જેમાં તેને લોકોનો પણ સપોર્ટ મળતો ગયો અને 1983માં પ્રાગજી બાપા આશ્રમ સ્થાપના કરવામાં આવી જ્યાં અનેક લોકો પાગલોને મૂકી જતા અથવા રસ્તા પર રઝળતા પાગલોને પણ અહીં રાખવામાં આવતા હતાં. જ્યાં પાગલોને સમગ્ર સુવિધા મળી રહેતી હતી.

પાગલો માટે જીવન સમર્પિત કરનાર પોરબંદરના પ્રાગાબાપા..

સામાજિક કાર્યકર અનિલ પોપટે જણાવ્યું હતું કે, પાગલ માણસને સંજોગો અને જીવનમાં બનેલી ઘટનાઓના આઘાતને કારણે અથવા આનુવંશિક રીતે પણ તે માનસિક અસ્વસ્થ બને છે. તેવા લોકોને લોકો પાગલ કહે છે, પરંતુ પાગલે પોતાની અલગ દુનિયામાં રહેતા હોય છે. પોરબંદરના પ્રાગજી પરસોતમ ભુંડિયા નામના વ્યક્તિ વર્ષો પહેલા ડ્રાઇવર તરીકે એસટીમાં ફરજ બજાવતા હતાં. પરંતુ અચાનક જ તેની મનોસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જેના કારણે તેની નોકરી પણ જતી રહી હતી. જે દરમિયાન તેને અનેક મુશ્કેલીઓ વેઠી હતી, આ અંગે મીત ભૂંડિયાએ જણાવ્યું હતુ કે, વર્ષોથી આ પાગલ આશ્રમ ચાલી રહ્યો છે. જ્યારે કોઈને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો તે પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે.

મનોવૈજ્ઞાનિક જીગ્નેશ પ્રશ્નાણીએ જણાવ્યું હતું કે, વર્ષો થી પાગલ આશ્રમ ચાલી રહ્યો છે અને તેઓની સેવા કરી સારા જીવન જીવવા નો પ્રયત્ન કરાઇ રહ્યો છે. જ્યારે કોઈ મનોરોગી સામે આવે ત્યારે તેને સહાનુભૂતિ આપીએ અને તબીબી ચિકિત્સાની જરૂર હોય તો એ પણ આપી શકાય સારું વાતાવરણ મળે તો તે ફરીથી સામાન્ય અવસ્થામાં આવી શકે છે. આથી કોઈ પણ રસ્તે પાગલો મળે તો તેઓ ને હેરાન ન કરીએ, માનસિક અસ્વસ્થ લોકો ને જરૂર છે, માત્ર પરિવારના પ્રેમ અને હૂંફની જે મળી જાય તો સામાન્ય માણસ બનાવી શકીએ .

Last Updated : Dec 4, 2019, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details