- જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાનના હસ્તે ઉદ્ધાટન
- ૩ જિલ્લામાં ૪૫ શાખા ધરાવતી બેન્કની પોરબંદર જિલ્લામાં કુલ ૬ શાખાઓ
- મંડળીઓને માઇક્રો ATM વિતરણ કરાયા
પોરબંદરઃ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ કુતિયાણા શાખાનું ઉદ્ઘાટન કરી હર્ષની લાગણી સાથે જવાહર ચાવડાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી.
જવાહર ચાવડાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી
આ તકે જવાહર ચાવડાએ જણાવ્યુ કે, સહકારી પ્રવૃતિ સમાજમાં જરૂરી છે. ઉત્પાદન અથવા વેચાણનો પુરતો ભાગ સહકારી ધોરણે સરળતાથી છેલ્લા માણસ સુધી પહોંચે તે જરૂરી છે. આ તકે પ્રધાને સહકારી બેન્ક વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યુ કે, સહકારી પ્રવૃતિ ભારતના જન જીવનમાં વણાયેલી છે. ગુજરાતમાં સારામા સારી સહકારી પ્રવૃતિ ચાલે છે. આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ રમેશ ધડુકે કુતિયાણા વાસીઓને શુભેચ્છા પાઠવીને જણાવ્યુ કે, સહકારી બેન્ક લોકોને વધુને વધુ ઉપયોગી બનશે.