દર વર્ષની જેમ આ વર્ષે પણ સુદામા ચોકમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી અષાઢી બીજના રોજ બપોરે 3:00 કલાકે જગન્નાથ પ્રભુ મામાના ઘરેથી પરત ફરતા નગરચર્યા કરવા નીકળશે. આ યાત્રા જગન્નાથ મંદિરેથી શરૂ કરી અને માણેકચોક જીલ્લા જોક અને હનુમાન ગુફા થઈ નીજ મંદિરે પરત ફરશે રથયાત્રામાં ભક્તજનોને ચણાનો પ્રસાદ પણ આપવામાં આવે છે.
પોરબંદરમાં પણ જગતના નાથ જગન્નાથની રથયાત્રાનું આયોજન
પોરબંદરઃ અષાઢી બીજના દિવસે જગન્નાથ પુરી તથા અમદાવાદમાં જગતના નાથ જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સાથે જ અષાઢી બીજના દિવસે પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલ જગન્નાથના મંદિરેથી પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન દર વર્ષ મુજબ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રામાં અષાઢી બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો અને સંતો-મહંતો જોડાય છે.
પોરબંદરમાં પણ જગતના નાથ જગન્નાથની રથયાત્રાનું આયોજન
આ શોભાયાત્રાનું અનેરૂ મહત્વ છે. આ રથયાત્રામાં સૌ ભક્તો ભક્તિમાં લિન થઈ જગન્નાથનો જય જય કાર કરે છે અને પ્રભુ જગન્નાથના દર્શનાર્થે રસ્તા પર પણ લોકો રાહ જોતા હોય છે. અષાઢી બીજના દિવસે યોજાતી આ રથ યાત્રામાં જોડાવવું પણ એક લ્હાવો છે.