પોરબંદર ગોઢાણિયા કોલેજમાં યોજાયેલા સેમિનારમાં ગુજરાત પ્રેસ અકાદમીના પુલક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવું છે. જેના કારણે 2004થી વિશ્વમાં એન્ડ્રોઇડ ફોન આવી જતા તમામ લોકો પોતાની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના કારણે પત્રકારત્વ જગતમાં પણ અનોખું પરિવર્તન આવ્યું છે.સોશિયલ મીડિયા સહિતના મીડિયા માધ્યમોથી સમાજમાં અનેક બદલાવ આવ્યા છે. કલમએ પ્રબુદ્ધની ભાષા છે. પત્રકારત્વમાં અને રિપોર્ટિંગ રીફોર્મેશન રિવોલ્યુશન ત્રણ પ્રકારના R થી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.
પોરબંદરની ગોઢાણિયા કોલેજમાં પ્રેસ સેમીનારનું આયેજન - gujarat
પોરબંદર : ગુજરાત પ્રેસ અકાદમી અને ગુજરાત માહિતી નિયામક કચેરી ગાંધીનગરના ઉપક્રમે પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે પ્રેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓમાં મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયા ઉભરતું જનહિત લક્ષી નવતર પરિમાણ વિષય અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી એ સ્પીચ આપી હતી. જેમાં પોરબંદરના તમામ પત્રકારો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કર્યા હતા.
આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પોતાનો સમય વેસ્ટ ન કરવાને બદલે સમય ઇન્વેસ્ટ કરવાનું જણાવ્યું હતુ. કલેકટર એમ.એ. પંડયાએ પણ જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા તાજેતરના સમયમાં ઇલેક્શન ઉપરાંત વાયુ વાવાઝોડાની પરિસ્થિતિમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી, લોકો સુધી પહોંચવામાં મીડિયા સફળ રહ્યું હતું, લોકોની સોચ બદલવામાં મીડિયાની પ્રમુખ ભૂમિકા છે.
કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, બુદ્ધ એટલે જાણવું અને પ્રબુદ્ધ એટલે વિશેષ જાણવું પત્રકારોને પ્રબુદ્ધ કહેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના કલેકટર એમ.એ પંડયા, ગોઢાણિયા કોલેજના કોઓર્ડિનેટર કેતન શાહ, પ્રોફેસર વાઘેલા , માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર અને માહિતી ખાતાના મદદનીશ અધિકારી જીતેન્દ્ર નિમાવત સહિત તમામ ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયા અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જર્નલિઝમના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.