પોરબંદર જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા સોમવારથી માર્ગ સલામતિ સપ્તાહનો રૂપાળી બાગ ખાતે પ્રારંભ કરાયો હતો. જેમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટ્રાફીક નિયમ અંગે સમજૂતી આપી હતી. વાહન ચલાવતી વખતે અનેક વાર ઝઘડાઓ થતા હોય છે અને ટ્રાફિક પોલીસ સાથે પણ નિયમ પાલન અંગે રક જક થતી હોય છે. આ અંગે SP પાર્થરાજસિંહ ગોહીલે લોકોને મગજ શાંત રાખી વાહન ચલાવવું કહ્યું હતું. તેમજ ટ્રાફિક પોલીસ આપની સલામતી માટે આ કાર્ય કરે છે, તો તેમને સહકાર આપવા જણાવ્યું હતું.
પોરબંદરમાં પોલીસે 30માં માર્ગ સલામતી સપ્તાહનો કર્યો પ્રારંભ
પોરબંદરઃ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 30માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સોમવારે રૂપાળી બાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
આ પ્રસંગે હેલ્મેટ પહેરવા અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન JCI અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી વિષય પર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે.