ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં 40 ટકા લોકો આરોગી રહ્યા છે નૉનવેજ

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં( Gandhiji's birth place is Porbandar ) રહેતા 40 ટકા લોકો ભોજનમાં નોનવેજ (Nonveg)લેતા હોવાનું જણાયુ છે. પોરબંદરમાં 60 જેટલી નોનવેજની રેકડી આવેલ છે, પરંતુ નૉનવેજ રેકડીઓ માટે પોરબંદરમાં સ્પેશિયલ જગ્યા ફળવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.પોરબંદર દરિયા કિનારે વસેલુ શહેર છે, આથી અહીં માછીમારી વ્યવસાય (Fishing business)સાથે મોટા ભાગના લોકો જોડાયેલા હોવાથી ભોજનમાં વધુ પડતું માછલી લેતા હોય છે.પોરબંદરમાં 50 થી પણ વધુ નૉનવેજની રેંકડીઓ આવેલ છે જેના પર 250થી 300 પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે.

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર માં 40 ટકા લોકો નૉનવેજ ભોજનમાં લઈ રહ્યા છે
ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર માં 40 ટકા લોકો નૉનવેજ ભોજનમાં લઈ રહ્યા છે

By

Published : Nov 16, 2021, 11:59 AM IST

  • પોરબંદરમાં વસતા 40 ટકા લોકો ભોજનમાં નૉનવેજ લેતા હોવાનું જણવા મળ્યું
  • પોરબંદર દરિયા કિનારે વસેલુ શહેર અહીં માછીમારી વ્યવસાયમાં ભાગના લોકો જોડાયેલા
  • નૉનવેજ વેચવા અંગે પ્રતિબંધ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી

પોરબંદરઃ સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર( Gandhiji's birth place is Porbandar ) માં વસતા 40 ટકા લોકો ભોજનમાં નોનવેજ (40 ટકા of people are nonveg in food)લેતા હોવાનું જણાયુ છે. પોરબંદરમાં 60 જેટલી નૉનવેજની રેંકડી આવેલ છે, પરંતુ નૉનવેજ રેકડીઓ માટે પોરબંદરમાં સ્પેશિયલ જગ્યા ફળવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.ત્યારે નગરપાલિકા(Porbandar Municipality ) દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતુ.

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર માં 40 ટકા લોકો નૉનવેજ ભોજનમાં લઈ રહ્યા છે

પોરબંદરમાં 250 થી 300 પરિવારનું ગુજરાન નોનવેજની લારીઓ પર ચાલે છે

ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર દરિયા કિનારે વસેલુ શહેર છે. આથી અહીં માછીમારી વ્યવસાય (Fishing business)સાથે મોટા ભાગના લોકો જોડાયેલા હોવાથી ભોજનમાં વધુ પડતું માછલી લેતા હોય છે.પોરબંદર માં 50 થી પણ વધુ નૉનવેજની રેંકડી ઓ આવેલ છે, જેના પર 250થી 300 પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે.ત્યારે ભૂતકાળમાં ચોપાટી (Porbandar Chopati)પર નૉનવેજ બજાર તરીકે એક સ્પેશિયલ જગ્યા હતી પરંતુ ત્યાં થી રેંકડી ધારકોને હટાવવામાં આવ્યા હતા. રેકડી ધારકો સરકાર દ્વારા કોઈ સ્પેશીયલ જગ્યા ફાળવણી કરવામાં આવે તેવી માગ પણ નૉન-વેજ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ફૂડ સેફટીના ધારાધોરણ અંગે લારી ધારકો ને સમજાવવામાં આવે છે :ચીફ ઓફીસર

પોરબંદર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ કે પોરબંદરમાં નૉનવેજની 50 જેટલી લારી આવેલ છે. જેઓને સમયંતરે ખાદ્ય સાંમગ્રી કેવી રીતે રાખવી તેવુ સમજાવવામાં આવતું હોય છે. જોકે નૉનવેજ વેચવા અંગે પ્રતિબંધ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને આ નિર્ણય સતાકીય બોર્ડ લેતું હોવાનું જણાવ્યું હતુ.આ ઉપરાંત નૉનવેજ ધારકોને મુશ્કેલીન પડે તે અંગે વિચારણા કરતા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

આ પણવાંચોઃ કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન

આ પણ વાંચોઃઅમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળનું સુરસુરીયું

ABOUT THE AUTHOR

...view details