પોરબંદર જિલ્લામાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ એક અઠવાડિયામાં બે પ્રસુતિ કરાવી
પોરબંદર જિલ્લામાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ એક અઠવાડિયામાં બે પ્રસુતિ કરાવી હતી. જેમાં ગત તારીખ 10 એપ્રિલના રોજ 108ની ટીમના આરતી કડેગીયા તેમજ વિનય ગરચરે દોલતગઢની પરણીતાને એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી. દોલતગઢની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સનાં EAT આરતી કડેગીયાએ એમ્બ્યુલન્સને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.
પોરબંદરઃ પ્રાપ્ત માહીતી અનુસાર શનિવારે જિલ્લાનાં દોલતગઢ ગામમા રહેતાં રાજીબેન મોરીને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. જેથી108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા મહીયારી ગામના 108ના કર્મચારીઓ તાત્કાલિક દોલતગઢ ગામે પહોચી ગયા હતાં. તેમજ સારવાર માટે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. તે દરમિયાન વધુ દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108માં કરાવવાની પરિસ્થિતિ સર્જાતા તેઓની નોર્મલ ડિલિવરિ કરાવી હતી. 108 એમ્બ્યુલન્સનાં આરતી કડેગિયા અને વિનય ગરચરે એમ્બ્યુલન્સ દોલતગઢ ડુંગરવાળા માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રને બેબીકેર માટે સરકારી હોસ્પિટલ રાણાવાવ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 14 એપ્રિલના રોજ જિલ્લાનાં ભોદગામમા રહેતાં લીરીબેન કોડીયાતારને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા રાણાવાવ ગામના 108નાં કર્મચારીઓ તાત્કાલીક ભોદ ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધુ દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108માં જ કરવામાં આવી હતી.