પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી થતી અટકાવવા માટે જુનાગઢ રેન્જ IGP સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તેમજ પોરબંદર શહેર DYSP જે.સી.કોઠીયા, LCB PI પી.ડી.દરજીના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા એલસીબી સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન PC સંજયભાઇ ચૌહાણને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરાણા ગામના બસ સ્ટેન્ડ.પાસે ટ્રેકટર ડ્રાઇવર ગેરકાયદેસર રોયલ્ટી કે આધાર વગર ટ્રેકટરની ટ્રોલીમાં ભરેલ દંગડી પથ્થર જેની કિમત રૂપિયા 1500/- ની ચોરી કરી લઇ જતા ઝડપીપાડવામાં આવ્યો હતો.
પોરબંદરમાં ગેરકાયદેસર પથ્થરની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ
પોરબંદરઃ શહેરમાં ખનીજ ચોરી અટકાવા માટે તંત્ર માટે પડકારરૂપ બની રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસે બાતમીતના આધારે મોરાણા બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન ગેરકાયદેસર રોયલ્ટી વગર પથ્થરની હેરાફેરી કરનાર ટ્રેક્ટર સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
આ શખ્સને કુલ રૂપિયા 5,04,500/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં અવી હતી. તેમજ ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવતા તેના સામે IPC 379 તથા એમ.વી.એકટ ક.3,181,તથા ખાણ ખનીજ અધિનિયમ 2005ની કલમની 3,5,6,8,13 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી છે.