ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં શિવશક્તિ આશ્રમ છાંયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ - gujarat

પોરબંદર: શહેરના છાંયા નવાપરા ખાતે પૂજ્ય બાબુગીરી બાપુની જગ્યા, શિવશક્તિ આશ્રમમાં તારીખ 16જુલાઇના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 'સૌ પ્રથમ દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ'ના સિધ્ધાંત મુજબ લાખો લોકોને જમાડતા હતા. તેવા પૂજ્ય સંતશ્રી બાબુજતિબાપુની સમાધિનું વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Jul 18, 2019, 6:35 AM IST

ગુરૂજીના બહારગામથી આવેલા સેવકો તથા સ્વયંસેવકો માટે ભોજન મહાપ્રસાદી રાખવામાં આવી હતી. સાંજે 4 થી રાત સુધી સારા વરસાદ માટે અખંડ રામધૂન બોલાવી હતી. તો આ સાથે જ સાંજથી રાત સુધી જાહેર જનતા માટે ભોજન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11,000 જેટલા લોકોએ ઉપસ્થિત રહી ભોજન તથા ભજન કીર્તનનો લ્હાવો લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમોમાં આશ્રમ મહંત કૃષ્ણજતિબાપુ ગુરૂશ્રી બાબુજતિબાપુના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

ABOUT THE AUTHOR

...view details