ગુજરાત

gujarat

ETV Bharat / state

અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર રોકવા ઉઠી માંગ - gujaratinews

પોરબંદરઃ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનોએ તેમના પર થતાં અત્યાચાર રોકવા તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાતમાં અનુસૂચિત જાતિ ના લોકો પર થતા અત્યાચારો રોકવા માંગ કરાઈ

By

Published : May 18, 2019, 11:38 AM IST

Updated : May 18, 2019, 11:46 AM IST

ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો પર અત્યાચાર થઈ રહ્યાં છે. રાજસ્થાનના અલવર ગામે જે અમાન્ય ઘટના બની છે તે નિંદનીય છે. આ બાબતે રાજ્યની સરકાર પણ સુપ્ત અવસ્થામાં જોવા મળી છે. અલવર ગામના અમુક આવારા તત્વો દ્વારા બળજબરીપૂર્વક અનુસુચિત જાતિની દિકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જે ઘટનાથી સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચકચાર મચી ગયો છે, આ બાબતે પણ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ લોકોએ કરી હતી.

અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચારો રોકવા માંગ કરાઈ

આ ઉપરાંત તા.12/05/2019 ના રોજ પોલીસ બંધોબસ્ત વચ્ચે જયારે દલિત યુવાનનો વરઘોડો નીકળ્યો ત્યારે ગામના કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ તેમને અટકાવવા પ્રયત્નો કર્યો હતો અને તેને કારણે દલિત જાનૈયા અને પોલીસને ઈજા થઇ હતી. આ બનાવનો વીડિયો માધ્યમોમાં અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તથા ગામના દલિતો અને ઘટના સ્થળે ઉપસ્થિત અરવલ્લીના Dy.sp ફાલ્ગુની પટેલનું વલણ દલિત વિરોધી, પક્ષપાતી અને ગામના ઉચ્ચવર્ણ તરફ જોવા મળ્યું હતું. દલિતોને ધમકાવી, અપશ્બ્દો બોલી સમાજના વિરોધમાં હોય તેમ જણાય છે. ફાલ્ગુની પટેલે દલિત સમુદાયના લોકોને જાહેરમાં અપમાનિત કર્યા છે, બહેનો સહિતના લોકોને માર માર્યો ઉદ્વત વર્તન કરી, અપશબ્દો બોલ્યા છે. તેથી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ આગેવાનોએ કરી હતી.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામે અનુજાતિના યુવાનના લગ્નપ્રસંગે ગામમાં વરઘોડો કાઢતા ગામના સરપંચની આગેવાનીમાં જે બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તે બાબતે ગામના સરપંચ તથા જવાદાર લોકો વિરૂદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પોલીસની સમગ્ર ભૂમિકા અંગે પણ તપાસ થાય અને જવાદારો સામે પગલા લેવામાં આવે. પોલીસ દ્વારા જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તે રદ કરવામાં આવે તેવી માંગનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Last Updated : May 18, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details