ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાનાં 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ વિતરણ કરાશે. જેની યાદી તૈયાર કકરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ
પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ

By

Published : May 13, 2020, 7:59 PM IST

પોરબંદરઃ જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરીને લાભાર્થીઓની યાદી તૈયાર કરી હતી.

રાજ્યમાં એક પણ પરિવાર અન્નનો ઓડકાર લીધા વગર ભૂખ્યા સૂવે નહીં તે માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કાર્ય કરી રહ્યું છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ રેશનકાર્ડ વિનાના પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ

પોરબંદર કલેક્ટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકનાં સંકલનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અન્નબ્રહ્મ યોજના હેઠળ ગરીબોને અનાજ મળી રહે તથા જરૂરિયાતમંદ ગરીબ લોકોને NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ)માં સમાવવા માટે પોરબંદરના વિવિધ દંગાઓ, સ્લમ વિસ્તાર, ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઇને યાદી તૈયાર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં આ તમામ 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ વિનાના 1500 જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ
ઉપરાંત સ્લમ વિસ્તરમાં રહેતા કેટલાય ગરીબ અને જરૂરિયાતવાળા લોકો કે, જેઓ પાસે NFSA રેશનકાર્ડ નથી છતા તેઓ જરૂરિયાતમંદ હોય તેઓને NFSAમાં સામેલ કરીને આવતા મહિનેથી રેગ્યુલર અનાજનો જથ્થો મળી રહે તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખુબ જ મહત્વની કામગીરી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details