ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગમાં આગની મોકડ્રીલ યોજાઈ

પોરબંદરમાં એરપોર્ટ પર સમયાંતરે વિવિધ મોકડ્રીલનું આયોજન થયું હતું. જેમાં ફાયર ગાઈડલાઈન મુજબ વર્ષમાં એક વખત આગ અંગેની મોકડ્રિલ યોજવામાં આવે છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jul 31, 2020, 1:53 PM IST

પોરબંદરઃ એરપોર્ટ પર ન્યુ ટર્મિનલ બિલ્ડિંગમાં મોકડ્રીલ યોજવામાં હતી. જેમાં એરપોર્ટ ખાતે ટર્મિનલ બિલ્ડીંગમાં આગ લાગે તો મુસાફરોને કેવી રીતે સલામત રીતે બહાર કાઢવા તે અંગેની રેસ્ક્યુ મોકડ્રિલ કરાઈ હતી.

પોરબંદરના એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગમાં આગ :મોકડ્રીલ

આ મોકડ્રીલમાં ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગમાં આગના ધુમાડા દેખાયા બાદ એરપોર્ટ ટર્મિનલ મેનેજરે આગ લાગી હોવાનું જાહેર કરતા તુરંત એરપોર્ટ ફાયર સેફટીનો સ્ટાફ સાવધ થયો હતો. તેમજ 12 જેટલા જવાનો તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. માત્ર 5 મિનિટમાં ટર્મિનલમાં રહેલા 102 વ્યક્તિઓને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. મોકડ્રિલ વખતે પોરબંદર શહેર ફાયર બ્રિગેડની ટીમને પણ એલર્ટ કરી અને સ્ટેન્ડબાય રાખી હતી અને મોકડ્રિલ સફળતા પૂર્વક પાર પડી હતી.

ABOUT THE AUTHOR

...view details