- દર્દીઓનાં ટપોટપ મોત અંગે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરાઈ
- અધિકારીઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા જાહેર હિતની અરજી કરાઈ
- નેતાઓને તાત્કાલિક સારવાર મળે છે, પરંતુ લોકોને બેડ મેળવવા અનેક મુશ્કેલીઓ
પોરબંદર:કોરોના મહારોગની મહામારી ફેલાઈ છે, ત્યારે ઓક્સિજન અને બેડના અભાવે ગુજરાતમાં અનેક દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. બીજી બાજુ નેતાઓને સારવાર જોતી હોય તો તાત્કાલિક મળી રહે છે. આ બાબતે પોરબંદરના RTI એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી નેતાઓ અને અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવા જાહેર હિતની અરજી કરી છે .
આ પણ વાંચો: પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ
સાચા આંકડા જાહેર કરવા માંગ કરાઈ
પોરબંદરના RTI એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ સરકારી હોસ્પિટલમાં 01 એપ્રિલ 2021થી 25 એપ્રિલ 2021 સુધીમાં કેટલા મોત થયા છે, તેના આંકડા આપવાની તથા મોતનું કારણ બતાવવાની માંગ RTIએ કરી છે. 48 કલાકમાં આ અંગે જવાબ આપવા પણ જણાવ્યું હતું.
અધિકારીઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા જાહેર હિતની અરજી કરાઈ આ પણ વાંચો: પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ટેક્નિકલ ક્ષતિથી વેન્ટિલેટરો બંધ, તાત્કાલિક ઈજનેર બોલાવીને રિપેર કરાવાયા
- કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલના સંચાલકોના હ્રદય ધ્રુજાવી દે તેવી એક ઘટના સામે આવી છે. પોરબંદરના સરકારી કોવિડ હોસ્પિટલમાં મંગળવારે એકાએક ટેક્નિકલ ક્ષતિ સર્જાતા વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક તમામ વેન્ટિલેટર રિપેર કરાવવામાં આવતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.