LRD પોલીસ જવાનોની ભરતી બાબતે તારીખ 30 નવેમ્બર, 2019ના રોજ રાત્રીના 10:00 કલાકે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી, જેમાં ગીર બરડા અને આલેશ વિસ્તારના અનુસૂચિત જાતિ રબારી ચારણ અને ભરવાડ જાતિના ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાના હેઠળ અન્યાય કરી મેરીટની યાદીમાંથી બાકાત રાખી અન્ય લોકોને મેરીટ યાદીમાં સમાવેશ કરી અન્યાય કરવામાં આવ્યો છે, તેવો આક્ષેપ પોરબંદરમાં સમસ્ત રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે 48 કલાકથી 47 જેટલા રબારી સમાજના યુવાનો કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રહેશે તેવું સમસ્ત સોરઠીયા રબારી સેવા સમાજ મંડળના પ્રમુખ વિશાભાઈ મોરીએ જણાવ્યું હતું
ભરતી બોર્ડ દ્વારા અન્યાય બાબતે રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન - Rabari community on injustice by recruitment board
પોરબંદરઃ ગીર બરડા અને આલેશ વિસ્તારના અનુસૂચિત જાતિ રબારી ચારણ અને ભરવાડ જાતિના ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાના હેઠળ અન્યાય કરી મેરીટની યાદીમાંથી બાકાત રાખી અન્ય લોકોને મેરીટ યાદીમાં સમાવેશ કરી અન્યાય કરવામાં આવ્યો છે, તેથી રબારી સમાજના યુવાનો કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે.
આ બાબતે પરીક્ષાર્થી જુગલ ડાયાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, LRD પરીક્ષામાં તેઓ પાસ થઈ ગયા હતા, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલતું હોય અને અન્ય વિદ્યાર્થીઓને પણ ડોક્યુમેન્ટ્સ ચકાસણી ચાલુ હોય તે પહેલાં જ મેરીટ લિસ્ટ બહાર પડતાં તેમાં જાણવા મળ્યું કે, 125 જેટલા વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટમાં આવ્યા નથી આથી તમામ વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું તો ઉપવાસ પર બેઠેલા તમામ પરીક્ષાર્થીઓની મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.