પોરબંદરના ઉંટડા ગામે એમ.પી.એચ.ડબલ્યુ તરીકે ફરજ બજાવનાર તથા રાતીયા ગામમાં રહેતા અનિલ રાઠોડ પાસે કોઈ પણ પ્રકારના પ્રમાણિક ડિગ્રી કે આધાર પુરાવા ન હોવા છતાં બોગસ તબીબ બનીને રાતીયા ગામમાં દર્દીઓને એલોપેથિક દવા આપી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે રેડ દરમિયાન તેની પાસેથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, બીપીના મશીન, થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન અને કાતરો મળી આવતા કુલ 18,665નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોરબંદરના રાતીયા ગામે ઝડપાયો બોગસ તબીબ - બોગસ તબીબે
પોરબંદરઃ રાતીયા ગામે વણકર વાસમાં રહેતો અનિલ પરબત રાઠોડ પાસે તબીબની કોઈ ડીગ્રી ન હોવા છતા દર્દીઓને દવા આપતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો હતો.
બોગસ તબીબ
આ અંગે પોરબંદરના ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી રાઠોડે જણાવ્યું હતું કે, રાતિયા ગામે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અને પોલીસે એ અંગે ફરિયાદ નોંધી છે. આ અંગે વધુ તપાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. આ ઉપરાંત એક કમિટી રચવામાં આવશે અને તપાસ બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.