પોરબંદરગુજરાતની ઓળખ એટલે નવરાત્રી. જેમાં ન માત્ર ગુજરાત કે દેશ પરંતુ સમગ્ર વિશ્વમાં (dhol harmonium traders in Navratri) વસતા ભારતીયોમાં નવરાત્રીના પર્વને લઈને અનેરો ઉત્સાહ હોય છે. પરંતુ હવે દિવસેને દિવસે ગરબા ક્યાંકને ક્યાંક આધુનિક થતાં જાય છે. ગરબામાં પહેલા દેશી ઢોલ, હાર્મોનિયમ અને મંજીરા સાથે કલાકરો ગરબાનું ગાયન કરતા હતા. ત્યારે હવે આધુનિક યુગમાં દેશી ઉપકરણોના લુપ્ત થતાં જાય છે. હવે આજના આધુનિક યુગમાં ડીજે અને ઇલેક્ટ્રોનિક સાધનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને દેશી ઢોલ, હાર્મોનિયમ અને મંઝીરાના વેપારીમાં સતત મંદીનો મારો રહે છે. (Electronic equipment in Navratri)
નવરાત્રીમાં પરંપરાગત ઢોલક, હાર્મોનિયમ સાથે હવે સંગીતની સુગંધ વિસરાઈ - Navratri 2022 in Porbandar
નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિકના સાધનોના કારણે ઢોલક અને હાર્મોનિયમનો યુગ (dhol harmonium traders in Navratri) વિસરાઈ ગયો છે. જેને લઈને ઢોલક અને હાર્મોનિયમના (dhol harmonium traders Impact) વેપારીમાં મંદીનો માતમ સર્જાયો છે. (Music instruments in Navratri)
સંગીત સુમધરતા વિસરાઈ વેપારી વિપુલ દેવડા એ જણાવ્યું હતું કે, ચાર પેઢીથી ચાલતી આ દુકાનમાં પહેલા અનેક લોકો નવરાત્રીમાં હાર્મોનિયમ અને ઢોલક ખરીદવા લાઈનો લાગતી હતી. પરંતુ હવે ઇલેક્ટ્રોનિક પેડ અને ડીજેના ઉપકરણો આવવા ના લીધે આ વ્યવસાયને માર પડ્યો છે. મોટાભાગના લોકો ટેપ અથવા ડીજે વગાડી નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે, જ્યારે વર્ષો પહેલા આ રીતે યોજાતી ગરબીમાં હાર્મોનિયમ અને ઢોલકનો ઉપયોગ થતો હતો. જે આજે માત્ર ગામડાઓમાં જળવાઇ રહ્યો છે. જ્યારે ડીજેના કારણે સંગીત સુંદરતા વિસરાઈ છે અને ઘોંઘાટ મય વાતાવરણ સર્જાઈ છે. જે ક્યાંકને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ કારક છે. (Wajitra traders in Navratri)
50 વ્યાવસાય ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં ડીજે અને આધુનિક ઇલેક્ટ્રોનિક મ્યુઝિકના સાધનોના કારણે પરંપરાગત ઢોલક અને હાર્મોનિયમનો યુગ વિસરાઈ ગયો છે. સંગીતની સુંદરતા વિસરાઈ ઘોંઘાટથી વાતાવરણ પ્રદુષિત અને લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે. પરંપરાગત મ્યુઝિક સાધનોના વ્યાવસાયિકોને 50 ટકા રહ્યો છે. જે માત્ર છેવાડાના ગામડાઓએ પરંપરાગત સંસ્કૃતિના કારણે ક્યાંકને ક્યાંક થોડી ઘણી રાહત રહે છે.ક્યાંકને ક્યાંક હજુ દેશી ગરબી જોવા મળે છે. (Music instruments in Navratri)