પોરબંદર PGVCLના ડેપ્યુટી ઇજનેર નાગાજણ પરમારે જણાવ્યું કે, પોરબંદર PGVCL હસ્તકના કુલ 4 ડિવિઝન આવેલા છે. જેમાં ગ્રામ્ય પોરબંદર શહેરમાં માંગરોળ અને કેશોદનો સમાવેશ થાય છે. જેમાં પોરબંદર પીજીવીસીએલ દ્વારા પાંચ માસમાં 1862 સ્થળે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
પોરબંદરમાં પાંચ મહિનામાં 2.21 કરોડની વીજચોરી ઝડપાઈ
પોરબંદરઃ જિલ્લામાં PGVCL દ્વારા દર મંગળવારે સર્કલ ઓફિસર દ્વારા 20 ટુકડીઓ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત બુધવારે અને ગુરૂવારે પણ ચાર ડિવિઝનમાં PGVCL દ્વારા ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ગત 5 માસમાં 2.21 કરોડની વીજચોરી પોરબંદર PGVCLએ ઝડપી પાડી છે.
પોરબંદરમાં પાંચ માસમાં અધધ... વીજચોરી ઝડપાઈ
જેમાં માધવપુર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં પાવરચોરી મિલ્ક પ્લાન્ટમાં કોમર્શિયલ હેતુનો ભંગ થવા બદલ આ ઉપરાંત ચોરવાડમાં હોલીડે કેમ્પ નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરતાં ઝીંગા ફાર્મમાં વીજ વપરાશ કરીને વીજ ચોરી કરતા શખ્સો સહિત હાઈવે હોટેલ ઉપરાંત વીજ ચોરી કરનાર શખ્સો સામે પાંચ માસમાં 2,21,88,395 રૂપિયાની વીજચોરી ઝડપી હતી. સમગ્ર ચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.