29 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની પદયાત્રા...
પોરબંદરઃ ચૈત્રી નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને આરાધનાનો પર્વ. નવરાત્રીમાં ભક્તો અનેક રીતે માતાજીની ભક્તિ કરે છે. તો જામજોધપુરથી 29 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં પગપાળા ચાલીને પોરબંદર નજીક હર્ષદ માતાજીના દર્શાનર્થે જવાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવે છે.
pbr
આ વર્ષે પણ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં યાત્રાળુઓ જોડાયા હતા. તારીખ 9ના રોજ જામજૉધપૂરથી નીકળેલી ભક્તોની પદયાત્રા પોરબંદરના બગવદર ગામ પહોંચી હતી. જ્યાં બગવદર મિત્રમંડળ દ્વારા તેઓનું સ્વાગત કરી બગવદરના માલદે ભાઈની વાડીમાં ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરી યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી. દર વર્ષે 700થી 800 જેટલી મોટી સંખ્યામાં આ પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને રસ્તામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરાધના કરતા હર્ષદ સુધી પહોંચે છે.