11/07/2019ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ગામે આશરે સવારે 12.30 કલાકે ફેક્ટરીમાં કોળી સમાજની એક સગીર બાળાને સુરેશ માધવાણીએ લોભ લાલચ આપી દુષ્કર્મ કર્યુ હતું. જેનો વીડિઓ વાયરલ થતાં પોલીસે તેની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આ આરોપીને કડકમાં કડક સજા કરવા પોરબંદર કોળી સમાજે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
દુષ્કર્મના આરોપીને સખત સજા આપવા પોરબંદર કોળી સમાજે કલેક્ટરને આપ્યું આવેદન
ભાવનગરઃ તાલુકાના વરતેજ ગામમાં કોળી સમાજની દિકરી સાથે દુષ્કર્મ થયું હતું. પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીને કડક સજા કરવા માટે કોળી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
વરતેજ ગામમાં દુષ્કર્મના આરોપીને કડક સજા કરવા પોરબંદર કોળી સમાજની માંગ
કોળી સમાજના લોકો જણાવી રહ્યાં છે કે, "પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવે જેથી દિકરી વિરૂદ્ધ થતાં દુષ્કર્મ અટકે અને છોકરીઓ સ્વતંત્ર રીતે જીવી શકે." આમ, દિકરીઓ વિરૂદ્ધ થતાં અપરાધો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા કોળી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે ગ્રામજનોને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.