- વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી રજૂઆત
- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ મુખ્યપ્રધાન પાસે કરી માંગ
- રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધુ નુકસાન
પોરબંદરઃ તાજેતરમાં ગુજરાતમાં આવેલા વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે, ત્યારે રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં વધુ નુકસાન થયું છે. વાવાઝોડામાં અસરગ્રસ્તોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યપ્રધાન વિજય રુપાણી સમક્ષ રજૂઆત કરી છે.
અર્જુન મોઢવાડિયાએ મુખ્યપ્રધાનને વાવાઝોડા અસરગ્રસ્તોને રાહત પેકેજ આપવા કરી રજૂઆત
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)એ મુખ્યપ્રધાન(CM Rupani) વિજય રૂપાણીને રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા(Taukte cyclone) અસરગ્રસ્તોના પોતાનું જીવન ટકાવી રાખવા પેકેજ જાહેર કરવું જોઇએ. જેમાં ખાસ કરીને ખેતીને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. કેરી-ચીકુ નાળિયેર અને જામફળ સહિતના બાગાયતી પાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત ખેડૂતોનો ઉનાળાનો ઉભો પાક તથા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. તાકીદે આ બાબતે વળતર ચુકવવા માંગ કરી હતી. આ ઉપરાંત ગામડા શહેરોમાં છૂટક વ્યવસાય મજૂરી કારીગરી કામ કરતા લોકોનું જીવન ટકાવી રાખવા માટે કુટુંબના દરેક પુખ્ત વ્યક્તિ દીઠ રૂપિયા 500 પ્રતિદિન 15 દિવસ માટે કેશડોલ ચૂકવવા વિનંતી કરી છે.
આ પણ વાંચોઃસૌરાષ્ટ્રમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCL કંપનીની 40 ટીમ રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના