ગુજરાત

gujarat

ETV Bharat / state

પોઝિટિવ દર્દીઓને મુક્ત કરવાના સરકારી મૌખિક નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ

દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદર શહેર અને રાજ્યમાં સરકારની મૌખિક માર્ગદર્શિકા મુજબ કોરોના પોઝિટિવ હોવા છતાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જેનો વિરોધ મંગળવારે પોરબંદર કોંગ્રેસે કર્યો હતો.

ETV BHARAT
પોઝિટિવ દર્દીઓને મુક્ત કરવાના સરકારી મૌખિક નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ

By

Published : Jul 14, 2020, 9:49 PM IST

પોરબંદરઃ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પોરબંદર શહેર અને ગુજરાત રાજ્યમાં સરકારની મૌખિક માર્ગદર્શિકા મુજબ કોરોના પોઝિટિવ હોવા છતાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જેનો વિરોધ મંગળવારે પોરબંદર કોંગ્રેસે કર્યો હતો.

પોઝિટિવ દર્દીઓને મુક્ત કરવાના સરકારી મૌખિક નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ

પોરબંદરના કડિયા પ્લોટમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના કુટુંબના સભ્યોને 7 દિવસ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખ્યા હતા. આ 7 દિવસ સુધી તેમના સ્વોબના સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ આ લોકોને ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા .

અત્યારે સરકારને નવી મૌખિક ગાઇડલાઇન મુજબ કરુણા ટેસ્ટ માટેની ત્રણ પ્રકારની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. (1) પોઝિટિવ ટેસ્ટ (2) નો પોઝિટિવ ટેસ્ટ અને (3) નેગેટિવ ટેસ્ટ

'નો પોઝિટિવ' ટેસ્ટને પણ નેગેટિવ ટેસ્ટ ગણવાની સરકારની નવી ગાઇડલાઇન ખૂબ ખતરનાક છે. 'નો પોઝિટિવ' કોરોના પોઝિટિવ દર્દીઓ જે વિસ્તારમાં રહેતા હોય, તે વિસ્તારમાં મોટા પાયે ચેપ ફેલાવે તેવી સંપૂર્ણ સંભાવના છે. જેથી કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડીયાએ આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.પરમાર અને ડૉ.રાઠોડને રજૂઆત કરી હતી.

રજૂઆત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાવસિંહજી હોસ્પિટલના ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યાં હતા. જેથી પોલીસે તમામ કાર્યકર્તાની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details