ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં બોટ પાર્કિંગની સમસ્યા, માછીમારો ત્રાહિમામ

પોરબંદરઃ હાલ ચોમાસાની સીઝન શરૂ થતા માછીમારોની સીઝન પૂર્ણતાને આરે છે. ત્યારે મોટા ભાગના બોટો હાલ પોરબંદર બંદર ખાતે પરત ફરી ચૂકી છે. બંદર ખાતે હાલ ફિશિંગ બોટનો ખડકલો જોવા મળે છે. ત્યારે બંદરમાં બોટ પાર્કિંગની સમસ્યા વકરી છે. વર્ષોથી આ સમસ્યા અકબંધ છે. આ સમસ્યાનું નિરાકરણ ન આવતા બોટ પાર્કિંગની સમસ્યા માછીમારો માટે શિરદર્દ સમાન બની છે.

By

Published : May 26, 2019, 4:47 PM IST

સ્પોટ ફોટો

પોરબંદરના માછીમારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બંદરમાં પાણી સફાઈ સહિત નાના-મોટા પ્રશ્નો તો રોજિંદા બની ગયા છે. ત્યારે હાલ ફિક્સિંગની સીઝન પૂર્ણ થઇ હોવાથી સૌથી મોટી સમસ્યા બોર્ડ પાર્કિંગની છે.

1980માં 200 બોટની કેપેસિટીનું બનાવેલ હિસાબ આજે પણ હયાત છે. પરંતુ બોટની સંખ્યા ચાર હજારથી પણ વધુ છે. આથી અહીં બોટ પાર્કિંગ કરવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયા ચક્કાજામ થઈ છે તો પીસી સારવાર સુભાષનગર ખાતે આવેલું છે. જેમાં પાર્કિંગ કરવામાં આવે છે. પરંતુ બોટોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. જેના કારણે હાલમાં બંદરમાં બોર્ડ પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે.

પોરબંદરમાં બોટ પાર્કિંગની સમસ્યા

ચોમાસું નજીક આવી રહ્યું છે અને મોટાભાગના માછીમારો પોતાની બોટ બંદર પર લાંગરવાનુ શરૂ કરી દીધું છે. હાલ દરિયામાં માછી ન મળતી હોવાથી ચોમાસા દરમિયાન બંદરના કાંટા ઉપર બોટને ચડાવી અને માછીમારો દ્વારા બોટનું સમારકામ કરવામાં આવતું હોય છે. આ સમયે બંદરમાં બોટની વધુ પડતી સંખ્યાના કારણે બોટ પાર્ક કરવી મુશ્કેલ બને છે તો પાર્કિંગના કારણે બોટમાં નાનું મોટું નુકસાન પણ થાય છે. તે માછીમારોએ જણાવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details