પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા હસ્તક માધવપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું હતું.જેમાં આસપાસના દર્દીઓને સારવાર માટે મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે માધવપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત પોરબંદર જીલ્લા પ્ંચાયતના પ્રમુખ નિલેષ ભાઈ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં 30 બેડ સહિત એક્સરેમશીન અને ભવિષ્યમાં બ્લડ સ્ટોરેજ જેવી આરોગ્યની વિશેષ સુવિધાનો લાભ માધવપુર સહિત માધવપુર આસપાસના 30 જેટલા ગામડાઓના લોકોને મળશે તેવુ માધવપુરના તબીબ કામિલ મેમણે જણાવ્યું હતું.
માધવપુરમાં આરોગ્ય શાખા હસ્તક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કરાયું ખાત મુહૂર્ત - health
પોરબંદર: જીલ્લા આરોગ્ય શાખા હસ્તક માધવપુરમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરનું આજે ખાત મુહૂર્ત કરાયું હતું. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી માધવપુર સહિત આસપાસના 30 જેટલા ગામને આરોગ્ય અંગેની સુવિધાઓ માધવપુરમાં આસાનીથી મળી રહેશે.
dxg
આ પ્રસંગે પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેષ મોરિ, જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, જીલ્લા આરોગ્ય શાખાના ચેરમેન જીવતી બેન પરમાર, ભાજપ તાલુકા મહામંત્રી લીલાભાઈ, માધવપુર ગામના સરપંચ રામભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.