- ભારતને વિશ્વ ગુરુ બનાવવાના અભિયાનને ચરિતાર્થ કરીએ: આર. સી. ફળદુ
- પદયાત્રા, સાયકલયાત્રા, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
- આર. સી. ફળદુએ ચોપાટી ખાતે વિશાળ જનમેદનીને સંબોધી
પોરબંદરઃઆઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રિય પ્રધાન આર. સી. ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કૃષિપ્રધાન આર. સી. ફળદુએ તથા પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયા વહેલી સવારે કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીજીને અને કસ્તુરબાને પુષ્પાંજલિ અર્પી હતી. કિર્તિ મંદિરથી ચોપાટી ગ્રાઉન્ડ સુધીની પદયાત્રા તથા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. તેમણે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી હતી.
દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા આ પણ વાંચોઃવડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો
મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજ સરકારના અહંકારને લૂણો લગાડયો હતો
આર. સી. ફળદુએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી હેઠળ હતો ત્યારે પોરબંદરની આ પાવનભૂમિ પર જન્મેલા મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજ સરકારના અહંકારને લૂણો લગાડયો હતો. બ્રિટિશ શાસનના પાયામાં લૂણો લગાડીને મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી માટે લાંબી લડત લડી હતી. આ ચળવળ આપણને દેશની પ્રગતિ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને બળ આપે છે. આ ઉપરાંત ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશ પ્રગતિ કરી રહ્યો છે. આત્મનિર્ભર ભારતથી આપણે આયાત ઘટશે અને નિકાસ વધશે.
પદયાત્રા, સાયકલયાત્રા, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા આ પણ વાંચોઃદાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
કાર્યક્રમમાં પોરબંદરના જેવી જેમ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને શૌર્યતાની કૃતિઓ રજૂ કરી હતી અને જયહીંગરાજિયા તથા તેના ગ્રુપે સુંદર ગીત અભિનય સાથે રજૂ કર્યા હતા. મૌલિક જોશીની ટીમ દ્વારા વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન રજૂ કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત અગ્રણીઓએ અને લોકોએ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાંથી કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોરડીયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી તથા અધિક કલેકટર રાજેશ તન્ના તથા પ્રાંત અધિકારી કેવી બાટી તથા વિવેક ટાંક તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, નગરજનો, મહિલાઓ તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નીરવ જોષીએ કરી હતી.
પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ