ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં કોરોના અંગે આવી જાગૃતિ

પોરબંદર જિલ્લાના ગામોમાં કોરોના વાઇરસ સામે સમજદારી અને જાગૃતિ જોવા મળી છે. ખેડૂતોએ ચોમાસા પૂર્વેની તૈયારી તેમજ જરૂરી ખેતીકામ શરૂ કરી દીધું છે.

પોરબંદર
પોરબંદર

By

Published : May 30, 2020, 11:51 PM IST

પોરબંદર: જિલ્લાના ગામોમાં કોરોના વાઇરસ સામે સમજદારી અને જાગૃતિ જોવા મળી છે. ખેડૂતોએ ચોમાસા પૂર્વેની તૈયારી તેમજ જરૂરી ખેતીકામ શરૂ કરી દીધું છે.

ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગોમાં કામ કરતા લોકો માસ્ક પહેરે છે અને સાથે સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરે છે. માંડવા નજીક ખેતી કાર્ય કરતા અને મગફળીની મિલ ધરાવતા મૈસુરભાઇ ભાદરકાએ જણાવ્યું હતું કે, અમે દરેક મુલાકાતી આવે એટલે સેનેટાઇઝેશન અથવા પાણીથી હાથ ધોવડાવીએ છીએ.

ચૌટા નજીક અન્ય એક ખેડૂત માલદેભાઇએ જણાવ્યું હતું કે, અમારી પાસે કોરોના અંગેની સાચી માહિતી છે. હવે કોરોના અંગે ખોટો ગભરાટ નથી અને સાવચેતી તકેદારી રાખવાની છે. અમે ખેતી કાર્ય શરૂ કરી દીધું છે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details