ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની દવાના ખોટા દાવા સાથે વીડિયો વાયરલ કરનાર યુવાનની ધરપકડ

પોરબંદર જિલ્લાના એક યુવાને કોરોનાની દવા શોધી છે તેવો એક વીડિયો પોતોના વોહ્ટસએપ કોન્ટેકટમાંથી વાયરલ કર્યો હતો. જેથી પોલીસે આવી અફવા ફાલાવનાર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાની દવાના ખોટા દાવા સાથે વીડિયો વાયરલ કરનાર યુવાનની ધરપક્ડ
કોરોનાની દવાના ખોટા દાવા સાથે વીડિયો વાયરલ કરનાર યુવાનની ધરપક્ડ

By

Published : Apr 29, 2020, 9:34 AM IST

પોરબંદરઃ વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. જેનો અનેક દેશો ભોગ બન્યા છે. આ મહામારીના કારણે હજારો.લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ હજુ સુધી તેની દવા શોધી શકાઈ નથી, ત્યારે પોરબંદરના વિસાવાડા ગામના રાજુ કેશવાલા નામના યુવાને વીડિયો વાયરલ કરી કોરોનાની દવા શોધી હોવાનો દાવો કર્યો હતો.

પોલીસે તપાસ કરતાં રાજુ વિસાવાડા ગામ ધારી સીમ વાડીએ રહેતો હોય તે જગ્યા એ જતાં તે હાજર મળી આવતા અને તેના મોબાઇલ ફોનમાં જોવા મળ્યો હતો. તેના વોહ્ટસએપ કોન્ટેકટમાં વાયરલ કરેલો હોવાનું જણાતાં તુરંત જ પોલીસે વીડિયો ચેક કરતા તેમાં રાજુ પોતે કોરોના વાઇરસ રોગની દવા શોધી લીધી છે અને સરકારને વિના મૂલ્ય પોતાની શરતો મુજબ આપવા માંગે છે.

આ વીડિયો પોતે પોતાના મોબાઈલ ફોનનાં અલગ અલગ વોટસએપ કોન્ટેકટ ઉપર 26 એપ્રીલે ફોરવર્ડ કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસે રાજુ પાસે કોરોના વાઇરસ રોગની દવા હોય તો બતાવવાનું કહેતાં પોતા પાસે આવી કોઇ દવા નહીં હોવાનું અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા દાવા સાથે વીડિયો વાયરલ કરેલાંનું જણાતાં રાજુએ જાહેરનામાનો ભંગ કરી ઉપરોકત ખોટા દાવા વાળો વીડિયો વાયરલ કરેલો છે. તેવુ જણાતા પોલીસે IPC કલમ –188 તથા GPAct કલમ – 139, તથા નેશનલ ડી. મેને. એકટ – 2005ની કલમ – 12 મુજબ ગુનો કરેલો છે. તેની સામે ઘોરણસર ફરિયાદ દાખલ કરી તેની પોલીસે ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details