ગુજરાત

gujarat

By

Published : May 3, 2020, 7:51 PM IST

ETV Bharat / state

સરકારી કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા બસો દોડાવતા નેતાઓ સંકટ સમયમાં લોકોની મદદે આવે: મોઢવાડિયા

કોરોના વાઇરસની મહામારીમાં સમગ્ર દેશમાં કરવામાં આવેલા લોકડાઉનમાં કેટલાંક વિદ્યાર્થીઓ, મજૂરો, યાત્રીકો ફસાયેલા છે. ત્યારે કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાએ આવા સમયે સરકારે સરકારી પરિવહન સુવિધા એટલે કે સરકારી બસો અને ટ્રેન દોડાવવા માગણી કરી છે.

અર્જુનભાઈ મોઢવાડિયા
અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદરઃ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જેના ૪૦ દિવસ પૂર્ણ થઈ ગયા છે. લોકડાઉનો ત્રીજો તબક્કો પણ શરૂ થઇ ગયો છે ત્યારે આવા સંજોગોમાં ઘરથી દૂર અન્ય શહેરોમાં લાખો કરોડોની સંખ્યામાં શ્રમિકો વિદ્યાર્થીઓ વ્યવસાયિકો અને પરિવારજનો જે સગા સંબંધીઓને ત્યાં હતા તે જ ફસાયેલા છે, ત્યારે આવા સમયે સરકારે સરકારી પરિવહન સુવિધા એટલે કે સરકારી બસો અને ટ્રેન દોડાવવા માગણી કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી છે.

મોઢવાડીયા સરકાર પાસે કરી માગ

અર્જુનભાઈ મોઢવાડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનને સફળ બનાવવા સહયોગ આપ્યો છે. હવે રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તથા રાજ્યમાંથી બીજા રાજ્યમાં વતન જવા માટે લાખો કરોડો લોકો 40 દિવસના લોકડાઉન એક અને બે પછી ધીરજ ખૂટી છે. લોકો ખાનગી વાહનોમાં ૩થી બાર હજાર રૂપિયાનું વ્યક્તિગત ભાડું ભરીને ઘેટા બકરાની જેમ ભરાઈને જઈ રહ્યા છે ત્યારે તંત્ર રસ્તામાં પણ ત્રાસ ગુજારે છે તેની સામે રેલવે તંત્ર નવરા બેઠા છે અને ST બસોને ત્રણ દિવસ માટે વિનામૂલ્યે ચલાવીને પરત ફરતા લોકોનું મેડિકલ ચેક અપ કરી જવા દેવા વિનંતી કરી હતી અને સરકારી કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવા વિનામૂલ્યે લોકોને લઈ જતી. પરંતુ આ સંકટ સમયે સરકાર લોકોની મદદ કરે અને વીના મુલ્યે સુવિધા આપે તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details