ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધ

પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત કદળો ઠલવવાના નિર્ણયને લઈને અનેક સામાજીક સંગઠનો અને રાજકીય આગેવાનોએ નિરોધ નોંધાવ્યો છે. આ બાબતે કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડીયા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરમાં સમુદ્રમાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધ
જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરમાં સમુદ્રમાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધજેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરમાં સમુદ્રમાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધ

By

Published : Jun 13, 2021, 5:42 PM IST

  • ખેડૂતો, માછીમારો અને અનેક સામાજિક સંસ્થાઓનો વિરોધ
  • પાઇપલાઇન લીકેજ થશે તો અનેક ખેતીની જમીનનું નિકંદન નીકળશે
  • કેમિકલ યુકત પાણીથી દરિયાઈ જીવને પણ ખતરો

પોરબંંદર: જેતપુરના સાડી ઉદ્યોગનો કદડો પોરબંદરના દરિયામાં ઠાલવવાના પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ અર્જૂન મોઢવાડીયા સહિત અનેક લોકો અને સામાજિક સંસ્થાઓ કરી રહી છે. ત્યારે, સોશિયલ મીડિયામાં પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરાઈ રહ્યો છે. શનિવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ એક પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં પોરબંદરના દરિયામા જો આ પાઈપલાઈનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો કોંગ્રેસ જનઆંદોલન છેડશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો:વર્ષોથી દૂષિત થઇ રહી છે નવસારીની લોકમાતા નદી પૂર્ણા, તંત્રના આંખ આડા કાન

શુદ્ધ પાણી કરતા હોય તો ઉદ્યોગ અથવા ખેડૂતો ને આપે

પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ પાણી શુદ્ધ કરીને પછી દરિયામાં ઠરાવવામાં આવશે. પરંતુ, જો આપણી શુદ્ધ કરવામાં આવે તો પછી દરિયામાં ચલાવવાનું મતલબ શું. તો એ ઉદ્યોગોને ફરી આપી દેવું જોઈએ અથવા ખેડૂતોને આપી દેવું જોઈએ. અર્જુન મોઢવાડિયાએ ખેડૂત સંગઠનો, પર્યાવરણ સંગઠનનો, યુવાનો અને સામાજિક સંગઠનો આ બાબતમાં આગળ આવે એવું જણાવ્યું.

આ પણ વાંચો:જેતપુરના 15 ગામના ખેડૂતો પ્રદુષણ માફિયાઓથી પરેશાન, આંદોલનની ઉચ્ચારી ચીમકી

વિવિધ સંસ્થાઓએ પણ પાઠવ્યું આવેદનપત્ર

પોરબંદરના દરિયામાં જેતપુરના ઉદ્યોગના કેમિકલનું પાણી ઠાલવવાના આ પ્રોજેક્ટ સામેનો વિરોધ અનેક સામાજિક સંસ્થાઓએ પણ ઠાલવ્યો છે. પોરબંદરની પ્રકૃતિ ધ યુથ સોસાયટી, પોરબંદર કન્ઝરવેટિવ સંસ્થા, સમસ્ત ખારવા સમાજ અને પોરબંદર પીલાણા એસોસિએશન દ્વારા પણ આ નિર્ણયનો વીરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ જનઆંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details