- કોરોના મહામારીથી મુક્તિ મેળવા અનુષ્ઠાન
- નવરાત્રિ પર્વમાં નવદુર્ગા મંદિરમાં અનુષ્ઠાન
- નવદુર્ગા મંદિરમાં માતાજીની આરાધના
પોરબંદર : સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાથી મુક્તિ મેળવા માટે જિલ્લાના બોખીરામાં આવેલા પ્રાચીન નંદેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા નવદુર્ગા મંદિરમાં માતાજીની આરાધના કરવામાં આવી હતી.
જાણો, શું છે અનુષ્ઠાન કરવા માટેનો હેતુ...
જિલ્લામાં રહેતા બ્રહ્મદેવ અરવિંદભાઈ બાંભણિયા આ અંગે જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન નવ દિવસ માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. નવ દિવસમાં પ્રથમ શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારિણી ત્રીજા દિવસે ચંદ્રઘંટેતી, ચોથા દિવસે કુશમાંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા દેવી, છઠા દિવસે કાત્યાની દેવી, સાતમા દિવસે કાલ રાત્રી દેવી, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સીદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે.
નવદુર્ગા મંદિરમાં માતાજીનું અનુષ્ઠાન નવરાત્રિમાં દરેક દિવસનું અનેરૂ મહત્વ છે અને દરેક દિવસે માતાજીની આરાધના અને પૂજા કરવાથી આદિ વ્યાધિ અને ઉપાદીથી મુક્તિ મળે છે. શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ સશક્ત બને છે. જેથી નંદેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા નવદુર્ગા મંદિરમાં માતાજીના પાંચ કલાક સુધી અનુષ્ઠાન કરવામાં આવે છે.