પોરબંદરઃ જિલ્લાના રાતીયા ગામે આવેલી સીમ શાળામાં લોકડાઉન દરમિયાન આચાર્ય દ્વારા બાળકોને ફૂડ પેકેટ વિતરણ ન કરવાની વિગત સામે આવી છે અને વાલીઓમાં આ બાબતે રોષ ભભૂકયો છે. સોમવારે રાતિયા ગામના વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. આ બાબતે યોગ્ય તપાસ કરવા પોરબંદર જિલ્લા NSUIએ માંગ કરી છે.
રાતીયા ગામે સીમ શાળાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ ન કરાતા વાલીઓમાં રોષ
કોરોના કહેર વચ્ચે પોરબંદરના રતીયા ગામે સીમ શાળાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ ન કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
Porbandar News
જેથી સોમવારે બાળકોના વાલીઓએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીને જિલ્લા એનએસયુઆઈ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આ બાબતે કડક તપાસ થાય અને આ પ્રકરણમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કેવી મિયાણીએ જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.