ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પક્ષીઓના ફોટોગ્રાફનું પ્રદર્શન 'થર્ડ આઈ' ખુલ્લું મુકાયું

જામનગરના ફોટોગ્રાફર સમીર જોશી એ જામનગરમાં વિવિધ કુદરતી સ્થળોએ જઈને મહેનતથી લીધેલી તસવીરો કે જેમાં કુદરતના સાંનિધ્યમાં ઉલ્લાસ માણતા પક્ષીઓની લાક્ષણિક મુદ્રાને કેમેરામાં કેદ કરી લીધેલા ફોટો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. જેને નિહાળીને લોકો પણ પ્રફુલ્લિત થયા હતા.

જામનગરના ફોટોગ્રાફર સમીર જોશીના પક્ષીઓના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન થર્ડ આઈ
જામનગરના ફોટોગ્રાફર સમીર જોશીના પક્ષીઓના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન થર્ડ આઈ

By

Published : Apr 4, 2021, 11:51 AM IST

  • ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદર તથા નેચર કલબ ઓફ પોરબંદર દ્વારા કરાયું આયોજન
  • મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરાયું આયોજન
  • ત્રણ દિવસ સુધી આ પરદર્શન કલારસીકો નિહાળી શકશે

પોરબંદર: નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે જામનગરના ફોટોગ્રાફર સમીર જોશીના પક્ષીઓના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન થર્ડ આઈ પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલ તથા નેચર ક્લબ ઓફ પોરબંદરના ચેરમેન સાજણ ઓડેદરા તથા નેચર ક્લબ પોરબંદરના પ્રમુખ ડોક્ટર કમલ મહેતા તથા ભારતીય વિદ્યાપીઠ યુનિવર્સિટિ ના પ્રોગ્રામ ઓફિસર ધવલ વરાગિયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આ પણ વાંચો:આધુનિક ભારતના કલા મૂર્ધન્યોમાં વિખ્યાત આંતરરાષ્ટ્રીય ચિત્રકાર રઝાના ચિત્રોનું પોરબંદરમાં પ્રદર્શન યોજાયું

પ્રકૃતિના ખોળે રમતા પક્ષીઓ ને કેમેરે કંડાર્યા

જામનગરના ફોટોગ્રાફર સમીર જોશીએ જામનગરમાં વિવિધ કુદરતી સ્થળોએ જઈને મહેનતથી લીધેલી તસવીરો કે જેમાં કુદરતના સાંનિધ્યમાં ઉલ્લાસ માણતા પક્ષીઓની લાક્ષણિક મુદ્રાને કેમેરામાં કેદ કરી લીધેલા ફોટો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. જેને નિહાળીને લોકો પણ પ્રફુલ્લિત થયા હતા. આ ફોટોગ્રાફી પ્રદર્શનના શુભારંભમાં ઇનોવેટિવ ગ્રુપના પ્રમુખ બલરાજ પાડલિયા, ભારત વિકાસ પરિષદ પોરબંદરના પ્રમુખ કમલેશ ખોખરી અને નેચર કલબ ઓફ પોરબંદરના પ્રમુખ કમલ મહેતા અને મોકર સાગર વેંટલેન્ડ કમિટીના પ્રમુખ ધવલ વરાગીયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ તારીખ 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી સવારે 9થી 12 અને સાંજે 4થી 8 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે.

આ પણ વાંચો:સુમેર ક્લબ જામનગર ખાતે ફ્લાવર ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું

ABOUT THE AUTHOR

...view details