- ફેઝ ટુના મુદ્દાને રાજકીય રંગ ન આપવા ખારવા સમાજે કરી અપીલ
- ખારવા સમાજ પાસે કુછડી ફેસ ટુ બનાવવા અંગે લેટર આવતા ખળભળાટ
- 22 ફેબ્રુઆરીના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન યથાવત
પોરબંદર:શહેર નજીકના કુછડી ગામે ફેઝ ટુ બનાવવા બાબતે સરકારના નિર્ણયનો ખારવા સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ ખાત્રી આપી હતી કે, ખારવા સમાજ કહેશે ત્યાં જ ફેઝ ટુ બનશે. પરંતુ ખારવા સમાજને એક અધિકારીક લેટર મળ્યો હતો. જેમાં કુછડીમાં જ ફેઝ ટુ બંદર બનશે તેવી વાત કરવામાં આવતા ખારવા સમાજે રોષ ઠાલવ્યો હતો અને 22 ફેબ્રુઆરીના રોજ માછીમારીના ધંધા રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. આ બાબતે રમેશ ધડુક સાથે ઇમરજન્સી બેઠક યોજાઈ હતી અને ખારવા સમાજે આ બાબતને કોઇ રાજકીય રંગ ન આપવા જણાવ્યું હતું.
બંદર કુછડી પર બને તેવી વાત અફવા: રમેશ ધડુક
સાંસદ રમેશ ધડુકના જણાવ્યાં અનુસાર મુખ્યપ્રધાન સાથે મિટિંગ મળી હતી. જેમાં સરકારે એક સર્વે હાથ ધર્યો હતો અને ખારવા સમાજની ઈચ્છા મુજબ જ ફેઝ ટુ બંદર બનશે. પરંતુ ખારવા સમાજને કોઇએ ભરમાવ્યા હોય તેમ આ બંદર કૂછડી પર બનશે. આ બાબતે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ખારવા સમાજની ઈચ્છા વિરુદ્ધ કંઈ નહિ થાય અને આ વાતને રાજકીય રંગ ન આપવા જણાવ્યુ છે.
પોરબંદરમાં ફેઝ ટુ બાબતે સાંસદ અને ખારવા સમાજ વચ્ચે ઇમરજન્સી બેઠક યોજાઈ ખારવા સમાજ ચૂંટણી બાદ કરશે નિર્ણય, હાલ બંધનો નિર્ણય યથાવત: પ્રેમજીભાઈ
ખારવા સમાજના વાણોટ (પ્રમુખ) પ્રેમજી ખુદાઇએ જણાવ્યું હતું કે, કુછડી પર બંદર બનશે તેવો આધિકારીક લેટર ખારવા સમાજને મળ્યો છે. જેના કારણે ખારવા સમાજે 22મી ફેબ્રુઆરીના રોજ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને આ એલાન સ્વૈચ્છિક રીતે યથાવત રહેશે. હાલ રમેશ ધડુક સાથે વાતચીત કરી છે. આ બાબતને કોઈ રાજકીય રંગ ન આપી, ચૂંટણી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ પ્રેમજી ભાઈએ જણાવ્યું હતું.