ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2020, 8:54 AM IST

ETV Bharat / state

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતીએ લીધી કોવિડ હોસ્પિટલની મુલાકાત, ગંભીર બેદરકારીનો કર્યો આક્ષેપ

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવતી બેદરકારીનો આક્ષેપ કરી સિવિલ સર્જનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કોઇ પગલા લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું હતુ.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોવિડ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોવિડ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ

પોરબંદરઃ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સિવિલ સર્જનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતુ કે, કોવિડ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવે છે. જેમાં ઓકિસજનની લાઈન લીકેજ છે અને ઘણી વખત ઓકિસજનવાળા દર્દીઓને ઓકિસજન ન મળવાના પણ દાખલા છે. કોંગ્રેસને મળેલી ઓફિશિયલ માહિતી મુજબ બે દર્દીઓના મોત પણ થયા હતા.

છેલ્લા એક માસથી આઈસોલેશન વોર્ડને સેનેટાઈઝ કરવામાં આવ્યો નથી. હાયપોનું પોતું દર કલાકે કરવાનું હોય તે પણ કરવામાં આવતું નથી. અહીં દાખલ દર્દીઓને પીવાનું પાણી સમયસર આપવામાં આવતું નથી. ક્યારેક તો 4 થી 7 કલાક સુધી પીવાનું પાણી ન મળ્યાના દાખલા છે. સવારે ચાનો પુરવઠો આવી જાય છે પણ ચા સમયસર દર્દીઓને પહોંચાડવામાં આવતી નથી. ક્યારેક નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને સમયસર જમવાનું પણ આપવામાં આવતું નથી.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોવિડ હોસ્પિટલની મુલાકાત, ગંભીર બેદરકારીનો કર્યો આક્ષેપ
બેડીંગ વર્ક અને જમવાનું નર્સિંગ સ્ટાફે આપવાનું હોય છે. પણ તેને બદલે આ કામ સફાઈ કર્મચારી દ્વારા જ કરાવવામાં આવે છે. ઓકિસજન બાટલાની હેરફેર માટે ટ્રોલી નથી. તેથી ટ્રોલીને બદલે બાટલાની હેરફેર સ્ટ્રેચર દ્વારા કરવામાં આવે છે. અહી વ્હીલચેર નથી, સ્ટ્રેચર પણ પુરતા નથી.મૃત્યુ પામ્યા પછી ડેડ બોડી બેડ પર 6 થી 7 કલાક પડી રહે છે. કોરોનાના દર્દીની ડેડ બોડી તુરત જ કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપવી જોઈએ. દરેક દર્દીના બેડ પર 5-7 પાણીની બોટલો રાખવી જોઈએ. જે રાખવામાં આવતી નથી આ તમામ મુદાઓનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details