ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઈ - Porbandar news

પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં યાત્રીઓની સુવિધા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

vc
vc

By

Published : Jan 18, 2021, 8:29 AM IST

  • પોરબંદરમાં એરપોર્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઈ
  • યાત્રીઓની સુવિધા વધારવા એરપોર્ટના વિકાસ અંગે કરાઈ ચર્ચા
  • વધુ પેસેન્જર ની કેપેસિટી ધરાવતા પ્લેન ઊતરી શકે તેમાટે રનવે લંબાવવાની પ્રક્રિયા હાથ ધરાશે



    પોરબંદરઃ પોરબંદરમાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મીટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક સાંસદ રમેશભાઇ ધડુકના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં પોરબંદર સોમનાથ દ્વારકા અહીં આવનારા યાત્રીઓ માટે સુવિધાઓ વધારવાના હેતુથી આ બેઠકમાં વિકાસના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એરપોર્ટના રન-વે ની લંબાઈ વધારવા અંગે પણ વાતચીત કરવામાં આવી હતી, જે માટે વધુ જમીનની જરૂર પડશે તે અંગે ચર્ચા થઈ હતી.
    પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમીટીની બેઠક યોજાઈ



    જમીન સંપાદનની જો મંજૂરી મળી જાય તો બે વર્ષે કામ પૂર્ણ થશે

    પોરબંદર એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં સંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું, આ બેઠકમાં પોરબંદર એરપોર્ટનો રન વે લંબાવવામાં આવે તો મોટા પ્લેન ઉતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે ભવિષ્યમાં વધુમાં વધુ યાત્રાળુઓ અહીં આવી દ્વારકા તેમજ સોમનાથ પણ આસાનીથી જઈ શકે તેવી સુવિધાઓ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે પોરબંદર એરપોર્ટના મેનેજરે જણાવ્યું હતું કે, આ માટે 434.5 એકર જમીન જરૂર છે. આ જમીન સંપાદનની મંજૂરી મળી જાય તો એક હજાર કરોડની જરૂર રહેશે અને રનવે 2500 સ્કવેર મીટરનો બનશે. આ પ્રોજેક્ટ બનાવવામાં બે વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. આ પ્રોજેક્ટથી સુરક્ષા એજન્સીઓને પણ ફાયદો થશે અને 24 કલાક સુધી સુરક્ષામાં વધારો થશે.


ABOUT THE AUTHOR

...view details