પોરબંદરઃ :ગાંધી વ્યક્તિ નહીં પણ વિચાર છે તેમનું જીવન એક સંદેશ રહ્યું છે અને તેમના પ્રયોગોથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.. ઇતિહાસવિદ નરોત્તમ પલાણના જણાવ્યા અનુસાર તેઓ શાળામાં જતાં ત્યાં રેંટિયો આપવામાં આવતો અને આત્મનિર્ભર બનવા માટેનું શિક્ષણ અપાતું રેટિયામાંથી કાપડ કેમ બનાવવું તે શીખવવામાં આવતું. પોરબંદરમાં વિનોબા ભાવે આવ્યાં ત્યારે તેમની સાથે રહી સર્વોદયની ફેરીઓ કરી સ્વદેશી વસ્તુઓ વાપરવાનું લોકોને આહવાન પણ કર્યું હતું.
અનેક મુસીબતો પછી આપણો આત્મા જાગશે, આપણે આત્મનિર્ભર બનીશું અને ગાંધી યુગ ફરી આવશે
કોરોના મહામારી અને લૉકડાઉને ભારતીયોની જિંદગીમાં નવેસરથી કશુંક ગોઠવવું પડે તેવી સ્થિતિ સર્જી દીધી છે. એવામાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર શબ્દ રાષ્ટ્રને સંબોધન દરમિયાન વહેતો કર્યો છે. આ શબ્દ આજની પેઢીને નવો લાગી શકે છે પરંતુ ગાંધીજીવન અને ગાંધીવિચાર બંનેના અભ્યાસુઓ માટે આ શબ્દ ઘણો સહજ છે. રેંટિયો એ આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે જ અપનાવવામાં આવ્યો હતો. આત્મનિર્ભરતાના ગાંધીવિચારને અપનાવીશું તો ભારત આર્થિક સંકટમાંથી જરુર બેઠું થઈ શકે છે.
ગાંધીજીએ પ્લેગ રોગ સમયે જણાવ્યું હતું કે સૌથી મોટી વસ્તુ માટી છે માટીથી હાથ ધોવા અને માટીથી નહાવું એવું કહેતાં. આ ઉપરાંત રાજીવ દીક્ષિત કે જેઓએ પણ સ્વદેશી અભિયાનને જાગૃત કર્યું હતું અને આ સ્વદેશી અભિયાનને વધુ પ્રેરિત કરવા વધુમાં વધુ લઘુ ઉદ્યોગના ઉત્પાદન વધે અને વેચાણ થાય તે માટે ઠેર ઠેર ખાદી ભંડારની સ્થાપના થવી જોઈએ. પોરબંદરના સ્વદેશી અભિયાન સાથે જોડાયેલ ડો સુરેખાબહેન શાહે પણ લોકોને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો હતો.
ગુજરાતના ખ્યાતનામ કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, જઈ નથી રહ્યો ગાંધી યુગ અનેક વિટમ્બણા પછી ગાંધી યુગ આવી રહ્યો છે